________________
સર્ગ ૬ કો.
૧. હવે શુક્લપક્ષના જેવા પ્રકાશવાળા, મહાબુદ્ધિમાન, અને
તપના ભંડાર, એવો શ્રીમાનું પરમદેવ નામના એક સૂરિ=
જૈનાચાર્ય શોભતા હતા. ૨. તે સદ્ગુણી પુરુષે શ્રીશંખેશ્વરપાર્શ્વનાથની આજ્ઞા મેળવી
આચાસ્તવર્ધમાન નામનું તપ નિર્વિઘ્ન કર્યું. ૩-૪. વિક્રમથી સંવત ૧૩૦૦ વર્ષમાં માગસર શુદિ ૫ ને શ્રવણ
નક્ષત્રને દિને, કટપદ્ર નામના ગામમાં (કોઈ એક) દેવપાળના ઘરમાં તે શુભ વૃત્તિવાળા પરમદેવે [શ્રીપરમદેવસૂરિએ]
આચાણ્ડતપનું પારણું કીધું. (યુગ્મ શ્લોક.) ૫. શંખેશ્વરપાર્શ્વનાથના મંદિરમાં સાત યક્ષો, જે (યાત્રાના) સંઘને
વિન કરતા હતા, તેમને તે કૃપાશીલે ઉપદેશ કીધો. ૬. 'ચારિત્રરૂપ લક્ષ્મીથી વિભૂષિત તે પરમદેવે [શ્રીપરમદેવ૧. રસવર્જિત (ઘી, તેલ, દૂધ, દહીં, સિવાય) અડદ વગેરે બાફેલા અનાજ
ભોજન લેવું, તેને આચાસ્તવર્ધમાનનું અથવા સાધારણ રીતે આંબેલનું વ્રત કહે છે. [જૈનધર્મમાં છવિગઈઓના ત્યાગ પૂર્વકના તપને આયંબિલ
કહે છે. સમ્મા.] ૨. સમ્યગ્દર્શન (શાસ્ત્ર), સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર (સારું આચરણ) એ
ત્રણ જૈનધર્મમાં મહાવ્રત [રત્નત્રયી છે. એ રત્નત્રયીનું પાલન જેમાં કરવામાં આવે તે ચારિત્ર] છે. જ્ઞાન બે જાતના છે, પારમાર્થિક (સમ્યજ્ઞાન) અને લૌકિક (જ્ઞાન).
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org