________________
શ્રીજગડૂચરિત
૪૧.સિંધુરાજે પીઠદેવ રાજાના મરણની વાત સાંભળી, અતિ ગભરાઈ જઈ, જગડૂને માનદાનથી પ્રસન્ન કર્યો. ૪૨.જે અભિમાની જગડૂએ ગધેડાના માથા પર સોનાનાં બે સુંદર શિંગડાં મૂકાવી, ભદ્રેશ્વરમાં કિલ્લો બંધાવી, શ્રીલવણપ્રસાદ રાજાનું છત્રીશ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા યોદ્ધાઓનું તેજસ્વી સૈન્ય આણી, પીઠદેવનું માન ખંડન કર્યું, તે જ જગડૂ સત્ય પ્રતિજ્ઞાવાળો છે.
૯૨
એ રીતે આચાર્ય ધનપ્રભના ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રીસર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં પીઠદેવનૃપતિ અહંકારખંડન નામનો પાંચમો સર્ગ સંપૂર્ણ થયો.
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org