________________
સર્ગ ૫ મો
૯૧
થાય તેટલો ભદ્રદેવ રાત્રે ભાંગી નાંખતો, તેમ નહીં થાય ભાંગે માટે) રાત્રે ભાંગી નાંખનાર તે ભદ્રદેવનું કિલ્લાની ઉપર સ્થાન કરાવ્યું.
૩૪.ત્યાં છ મહિને કિલ્લો થયા પછી, ક્ષત્રિયોનાં બીજાં કુળોને રાખી, પોતાના તેજવડે શત્રુજાતિને તુચ્છ ગણનાર તે જગડૂએ સર્વ સૈન્ય પાછું પૃથ્વીપતિને મોકલી આપ્યું.
૩૫.કિલ્લાના એક ખુણામાં (જેની) નીચે પીઠદેવની માતાની મૂર્તિ છે એવો પથ્થરનો શિંગડાવાળો એક ગધેડો બનાવ્યો. ૩૬.તેણે ગધેડાનાં શિંગડાને અતિ સુંદર સુવર્ણવડે શણગાર્યાં. (કેમકે) માની પુરુષે પોતાની પ્રતિજ્ઞા પરિપૂર્ણ પાળવા સારું મોટો પ્રયત્ન કરવો જોઈએ. (અર્થાતરન્યાસ અલંકાર.)
૩૭.તે પીઠદેવ, માન તજી દઈન એની બીકને લીધે ક્યાંય પણ ટકી શક્યો નહીં. (માટે) એ મોટા મહાપરાક્રમી જગડૂ સાથે તેણે સંધિ કરી.
૩૮.અતિ તેજ રહિત તે રાજા કોઈ કારણે ત્યાં ગયો, અને ત્યારે સોળશ્રેષ્ઠીકુળના અલંકાર તથા આતિથ્ય વિધિમાં પ્રવીણ જગડૂ તરફથી તે આદરસત્કાર પામ્યો.
૩૯.સમયના જાણનાર તે જગડૂએ પોતે કરાવેલો કૈલાસ પર્વત જેવો પ્રકાશતો, અને શોભતી ખાઈવડે મનોરંજક કિલ્લો પીઠદેવ રાજાને ત્યાં દેખાડ્યો.
૪૦.કિલ્લાના એક ખુણામાં સોનાનાં બે શિંગડાંથી શોભતો ગધેડો પોતાની (પીઠની) માતાની મૂર્તિ સાથે જોયો, ત્યારે તેણે અતિ દુઃખે કરી મુખમાંથી લોહી ઓકી પોતાના પ્રાણ છોડ્યા.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org