________________
0
શ્રીજગડૂચરિત જેનો પ્રભાવ હમેશાં વધતો જાય છે, એવો જે સૂર્ય સમાન તું, તેની સાથે તે ધુધરાજા (ધુવડ)ની માફક હરીફાઈ કરે છે. (ઘુવડ
રાત્રના દેખે છે પણ દિવસે નહીં, તેથી તે સૂર્યને ધિક્કારે છે.) ૨૮.“ચૌલુક્યવંશના આભૂષણરૂપ શ્રીભીમદેવ રાજાએ પૂર્વે
બનાવેલા ભદ્રપુરના કિલ્લાને તેણે, જેમ જળનો પ્રવાહ નદીના
તટને તોડી નાખે, તેમ તોડી પાડ્યો છે. (દષ્ટાન્ત અલંકાર.) ૨૯.“પોતાના મોટા અભિમાનમાં બીજા રાજાઓની અવગણના
કરનારા બળવાન પીઠદેવે મને આ પ્રમાણે કહેવડાવ્યું છે, “જો કોઈ દાહડો ગધેડાના મસ્તકપર બે શિંગડાં થાય, તો તું આ
ઠેકાણે સુંદર કિલ્લો બાંધે.” ૩૦.““હે પૃથ્વીપતિ ! હું પણ મારી પ્રતિજ્ઞા બરાબર પાળવા માટે
તારી પાસે સત્વર આવ્યો છું, (માટે) ક્ષત્રિયના મોટાં છત્રીશ કુળમાં ઉત્પન્ન થયેલા યોદ્ધાઓનું સૈન્ય ત્યાં રાખવા માટે મને
આપો.” ૩૧.પછી શ્રીચૌલુક્યકુળરૂપ આકાશના સૂર્ય શ્રીલવણપ્રસાદ રાજા
પાસેથી તેના પ્રસન્ન થવાથી સઘળા ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા શૂરવીર પુરુષવાળું, અને ઉત્કૃષ્ટ પરાક્રમવાળું સૈન્ય લઈને, શૂરવીર જગડૂ ભદ્રેશ્વરનગરમાં આવી પહોંચ્યો.
(રૂપકાલંકાર). ૩૨.ભદ્રેશ્વરમાં શ્રીલવણપ્રસાદ નૃપતિના સૈન્ય વડે જગડૂ શોભે છે
એવું સાંભળી, પીઠદેવ પોતાનું સ્થાન છોડી (કોણ જાણે) ક્યાં
ભાગી ગયો. ૩૩.જેનામાં અતિભુજબળ જાગૃત થયું છે એવા તે જગડૂએ તે આ કિલ્લો બાંધવા માંડ્યો, પણ (તે દુર્ગ જેટલો દિવસમાં તૈયાર
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org