________________
સર્ગ ૫ મો
૮૯. વચન સાંભળીને સર્વ સભા સમક્ષ બોલ્યો. ૨૨. “હે ચૌલુક્યવંશરૂપી સમુદ્રના પૂર્ણ ચંદ્રમા ! તારી તરવારની
ધારરૂપ યમુનાજીનાં જળના પ્રવાહમાં તારા અનેક શત્રુઓ (પોતાના) પ્રાણનો ત્યાગ કરી, સ્વર્ગનો દુર્લભ વૈભવ પ્રાપ્ત
કરે છે. ૨૩. ““હે દેવ શ્રીલવણપ્રસાદ ! ક્રૂર શત્રુઓના કુળરૂપ જંગલોને
બાળવાથી પ્રદીપ્ત થયેલા તારો પ્રકાશિત પ્રતાપરૂપ અગ્નિ, પૃથ્વી મંડળપર હમેશાં બળે છે, એ તો સ્પષ્ટ છે, તો પણ એક મોટું આશ્ચર્ય(એ) છે કે આ પ્રજા તો ઊલટી અતિ તાપથી મુક્ત
થાય છે. (રૂપક અલંકાર). ૨૪. “હે અર્ણોરાજ નૃપતિના પુત્ર ! તારી પ્રૌઢ પ્રતાપરૂપી સૂર્ય, જે
પૃથ્વીપર સર્વત્ર ઉદય પામેલો રહે છે અને કદી પણ અસ્ત પામતો નથી, તે વારંવારદષ્ટિએ પડવાથી અતિશય ભયભીત થયેલા હૃદયવાળા તારા શત્રુઓ છૂપી રીતે પલાયન કરી જવાને તત્પર થઈ રહેલા છતાં, ક્યારે પણ તારા પગ છોડતા નથી. (સૂર્ય તો અસ્ત થાય પણ તારો પ્રતાપરૂપી સૂર્ય અસ્ત
થતો નથી.) ૨૫.“હે પ્રભુ ! જ્યારે સર્વ શત્રુઓના નાશકર્તા તમારા જેવા પૃથ્વી
ઉપર અમલ ચલાવો છો, ત્યારે મારા કુળ તથા ભદ્રપુરની
કુશળતાની શી વાત કહેવી ? ૨૬.“મહા બળવાન જે તું, તેણે સર્વ શત્રુ રાજાઓને જીત્યા છે,
તથાપિ એક અતિ ક્રોધી પીઠદેવ રાજા તારી આજ્ઞા માનતો
નથી. ૨૭. “હે દેવ ! લોકના આનંદને માટે જેનો ઉદય થયો છે, અને
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org