________________
૮૮
શ્રીજગડૂચરિત ૧૪.લોકોનાં મન જાણવામાં કુશળ જગડૂએ તે આ પ્રમાણે બોલતા
દૂતને કહ્યું, “હું તો નવો કિલ્લો બંધાવીશ જ, તારા સ્વામીથી
હું કંઈ ડરતો નથી.” ૧૫.ઇન્દ્ર સરખી કાંતિવાળા જગડૂ તરફથી એ રીતે ખૂબ તિરસ્કાર
પામ્યા પછી, તે દૂતે પોતાના સ્વામી પાસે જઈ તેની આગળ
દીન મુખથી સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. ૧૬.પછી જગડૂ પોતાની પ્રતિજ્ઞા પાળવા સારું મહા નજરાણું લઈ
અણહિલપુર ગયો, અને લવણપ્રસાદ રાજાને પ્રણામ કર્યા.
(સં. ૧૨પ૬-૧૨૮૯). ૧૭.તે ચૌલુક્ય કુળના દીપક રાજાએ પ્રણામ કરતા જગડૂને ગાઢ
આલિંગન દીધું, અને સારી કૃપાથી દર્શાવી પોતાની પાસે જ
ઉચ્ચ આસને બેસાડ્યો. ૧૮.હવે ચંદ્ર જેવા મુખની કાન્તિથી સર્વ સભાસદોના હર્ષરૂપ
સમુદ્રમાં વૃદ્ધિ કરાવનાર તે નરેશ્વરે અમૃતમય વાણીવડે સોળના પુત્ર (જગ)ને નીચે પ્રમાણે રંજિત કર્યો. (ચંદ્રના
આકર્ષણથી દરિયામાં ભરતી થાય છે.) ૧૯. “હે પુણ્યવાન્ ! તારા આખા કુળમાં અને ઉત્તમ ભદ્રપુરમાં
ક્ષેમકુશળ છે કે ? અમારી આજ્ઞા વિના પણ તમારું અત્રે
ઓચિંતુ આગમન શા અર્થે થયું વારું ? ૨૦. “હે સગુણથી વિરાજમાન ! જેમ મોક્ષ ઇચ્છનારનું ચિત્ત
સારી સમાધિથી, અને પૃથ્વીતળ મેરુપર્વતથી, તેમ મારું રાજ્ય
તારા એકલાથી સ્થિર વિરાજે છે.” ૨૧. હૃદયમાં અતિ પ્રમોદ ધરતો, ઉત્તમ બુદ્ધિવાળો, અને સમુદ્ર " પાસેથી જેણે વરદાન મેળવ્યું છે એવો, તે જગડુ રાજાનું એવું
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org