________________
સર્ગ ૫ મો
હતો, તેની અનેક શત્રુઓને કારાગૃહમાં નાંખનાર પીઠદેવને
ખબર પડી. ૭. તેણે (પીઠદેવે) એક છટાદાર બોલનાર કાસદને ત્યાં મોકલ્યો,
તેણે ત્યાં જઈ તે કિલ્લો બંધાવવા મંડેલા તે જગડૂને તરત આ
પ્રમાણે સ્પષ્ટ રીતે કહ્યું. ૮. “શ્રીપીઠદેવ નૃપતિ મારા મુખદ્વારાએ તમને મોટેથી કહે છે કે
“જો ગધેડાના મસ્તકપર બે શિંગડાં ઊગે તો તું અત્રે કિલ્લો
બાંધી શકીશ.” ૯. તેનું એવું બોલવું સાંભળીને તે બુદ્ધિમાન અને મહા તેજસ્વી
બોલ્યો, “ગધેડાના મસ્તક ઉપર બે શિંગડાં બનાવી કિલ્લો
બાંધવા પ્રયત્ન કરીશ.” ૧૦.તે વાચાળ દૂત પાછો બોલ્યો, “અતિશય દ્રવ્યના અભિમાનમાં
તું મારા સ્વામીની સાથે વિરોધ કરી શું કરવાને તારા કુળનો
વૃથા ક્ષય કરે છે ? ૧૧. “પૃથ્વીમાં એવો કોણ છે, જે એ મહા તેજસ્વી પુરુષની સાથે
સ્પર્ધા કરીને કદી સુખી થયો હોય ? જુવો, દીવાનું તેજ જોઈ
પતંગિયું તેમાં પડી નાશ પામે છે. ૧૨. “જેણે પ્રચંડ ભુજરૂપી દંડ ધરનાર સઘળા શત્રુરાજાઓનો
પ્રતાપ એક ક્ષણમાં હરી લીધો છે, એવો એ મારો સ્વામી તારા
જેવા (વૈશ્ય)ની સાથે ભારી લડાઈની વાતથી જ શરમાય છે. ૧૩. “(માટે) મારા સ્વામીનાં વચનને માન આપી, કિલ્લો
બાંધવાનો જે તારો હેતુ છે તે વિષે પ્રયત્ન છોડી દે, અને પોતાના બંધુવર્ગથી વિરાજતો રહી સદા લક્ષ્મીનો ઉપભોગ કર.”
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org