________________
સર્ગ ૫ મો.
૧. હવે, પોતાના શત્રુ રાજાઓના ગર્વરૂપી ઘોર અંધકારને ટાળવામાં એક સૂર્ય જેવો શ્રીપીઠદેવ નામે રાજા પ્રખ્યાત પારકર દેશમાં સારી રીતે રાજ્ય કરતો હતો. (ડૉ. બુલ્હર મુજબ ઈ.સ. ૧૧૯૭ થી ૧૨૩૦ લગભગ.)
૨. જેના મોટા પ્રતાપથી તપી ગયેલાં ગાત્રવાળા તેના શત્રુઓ, ચંદ્રના કિરણથી અથવા પલ્લવથી અથવા કમળથી અથવા જળકણવાળા થંડા પવનથી, શીતળતા પામતા ન હતા.
૩. મર્યાદા છોડી એકદમ આગળ વધતા પ્રલયના સમુદ્રના જેવા પ્રતાપવાળો તે પીઠદેવ પોતાનાં સૈન્યથી ઉડતી ધૂળવડે સૂર્યના બિંબને ઢાંકી નાંખતો, અને આખા કચ્છ દેશને ખૂંદતો, ભદ્રેશ્વરપર ચઢી આવ્યો.
૪. શત્રુવર્ગમાં જેણે ત્રાસ બેસાડ્યો છે એવા તે (પીઠદેવે) સોલંકી વંશના એક ભૂષણરૂપ નરેશ્વર શ્રીભીમદેવે બંધાવેલો ભદ્રપુરનો દુર્ગ તોડી નાંખ્યો.
૫. ત્યાં પોતાના પ્રચંડ ભુજરૂપ દંડનું પરાક્રમ દર્શાવી, તે શ્રીપીઠદેવ રાજા સેના સહિત પોતાના સમૃદ્ધિવાળા પારદેશમાં પાછો ગયો.
ત્યાં ભદ્રેશ્વરમાં જગડૂ (એક) નવો મોટો કિલ્લો બંધાવતો
૬.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org