________________
૨૩.
૯. નવમા સિંધુમતીદત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદ્દેશામાં અસત્ વસ્તુની પ્રાપ્તિ માટે સત્
વસ્તુને છોડવાની ઇચ્છાવાળા કષકકૌટુંબિકના દષ્ટાંતને કહેનાર સિંધુમતી નામની પ્રથમ પત્નીને જંબૂકુમારે હાથી અને કાગડાનું દષ્ટાંત કહેલ તેનું નિરૂપણ કરવામાં
આવેલ છે. ૧૦. દસમા દત્તશ્રીદત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદેશામાં ભાગીરથીના જલમાં પડવાથી
મનુષ્યપણું પામ્યા પછી દેવપણાની ઇચ્છાથી ફરી ભાગીરથીના જલમાં પડવાથી વાનરથવારૂપ ઉદાહરણ કહેનાર દત્તશ્રી નામની બીજી પત્નીને જંબૂકુમારે
અંગારદાહકનું દષ્ટાંત કહેલ તેનું નિરૂપણ કરવામાં આવેલ છે. ૧૧. અગ્યારમાં પદ્મશ્રી દત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદેશામાં શ્રેષ્ઠિની પત્ની વિલાસવતી
નૂપુરપંડિતાના વર્ણનયુક્ત અપ્રાપ્ય વસ્તુની ઇચ્છા અને પ્રાપ્ત વસ્તુનો ત્યાગ કરનાર શિયાળની કથાને કહેનાર પદ્મશ્રી નામની ત્રીજી પત્નીને જંબૂકુમારે ચાંડાલકન્યામાં
આસક્ત વિદ્યાધરનું દષ્ટાંત કહેલ તેનું નિરૂપણ કરવામાં આવેલ છે. ૧૨. બારમા પાસેનાદત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદેશામાં શંખનો ધ્વનિ સાંભળીને
ભયભીત થઈને ચોરથી ત્યાગ કરાયેલ દ્રવ્યગ્રહણના લોભથી ફરી તે જ પ્રમાણે શંખનો ધ્વનિ સાંભળીને ચોર વડે હણાયેલ શંખધમક દૃષ્ટાંતને કહેનાર પદ્મસેના નામની ચોથી પત્નીને જંબૂકુમારે શિલાંજતુમાં ખેંચી ગયેલ વાનરનું દૃષ્ટાંત કહેલ તેનું નિરૂપણ
કરવામાં આવેલ છે. ૧૩. તેરમા નાગસેનાદત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદ્દેશામાં માકંદીનગરીમાં રહેનાર
વૈભવપ્રાર્થનામાં લોભી વૃદ્ધાતિંકના દષ્ટાંતને કહેનાર નાગસેના નામની પાંચમી પત્નીને
જંબૂકુમારે કહેલ જાત્ય અશ્વના દષ્ટાંતનું નિરૂપણ કરવામાં આવેલ છે. ૧૪. ચૌદમા કનકશ્રીદત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદ્દેશામાં ગધેડાના પૂંછડાના ગ્રાહક
ગામડીયા યુવાનની કથાને કહેનાર છઠ્ઠી કનકશ્રી નામની પત્નીને જંબૂકુમારે કહેલ
વડવાપાલક સોલકના દૃષ્ટાંતનું નિરૂપણ કરવામાં આવેલ છે. ૧૫. પંદરમાં કમલવતીદત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદ્દેશામાં સુતેલાસિંહના મુખમાં રહેલ
માંસઆસ્વાદક-“મા સાહસ'પક્ષિના દષ્ટાંતને કહેનાર સાતમી કમલવતી નામની
પત્નીને જંબૂકુમારે કહેલ ત્રણ મિત્રમંત્રી ઉદાહરણનું નિરૂપણ કરવામાં આવેલ છે. ૧૬. સોળમા ઉદ્દેશામાં કલ્પિત કથાને કહેનાર બ્રાહ્મણની કન્યાના દૃષ્ટાંતને કહેનાર આઠમી
વિજયશ્રી નામની પત્નીને જંબૂકુમારે કહેલ લલિતાંગદષ્ટાંત, જંબૂકુમાર દ્વારા વિસ્તૃત ધર્મોપદેશથી બોધ પામેલ આઠ પત્નીઓ અને પ્રભવરાજકુમાર વગેરેને દીક્ષાનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org