SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ २१ "एको यः सकलं कुतूहलितया बभ्राम भूमण्डलं, प्रीत्या यत्र पतिंवरा समभवत साम्राज्यलक्ष्मीः स्वयं । श्रीसिद्धाधिपविप्रयोगविधुरामप्रीणेद्यः प्रजां; कस्यासौ विदितो न गूर्जरपतिश्चौलुक्यवंशध्वजः ॥" - જેણે કુતૂહલી થઈ સર્વ ભૂમંડલમાં ભ્રમણ કર્યું, જેને પતિ શોધતી સ્વયંવરા સામ્રાજ્યલક્ષ્મી પોતાની મેળે પ્રીતિ વડે આવી મળી, જેણે સિદ્ધરાજના વિયોગથી વિધુર બનેલી પ્રજાને પ્રસન્ન કરી, એવો એક ચૌલુકયવંશના ધ્વજરૂપ ગૂર્જરપતિ કોનાથી અજાણ્યો છે ? તે કુમારપાળ સર્વવિદિત છે. ચશપાલકૃત મોહપરાજય ૧-૨૮ "पद्मासद्म कुमारपालनृपतिर्जज्ञे स चन्द्रान्वयी, जैन धर्ममवाप्य पापशमनं श्रीहेमचन्द्राद् गुरोः । निर्वीराधनमुज्झता विदधता द्यूतादिनिर्वासनं; येनैकेन भटेन मोहनृपतिर्जिग्ये जगत्कण्टकः ॥" - જે લક્ષ્મીનું નિવાસસ્થાન છે, એવો ચંદ્રવંશી કુમારપાલ જભ્યો કે જે એક જ વીરે શ્રી હેમચંદ્રગુરુ પાસેથી પાપનું શમન કરનારો જૈનધર્મ પ્રાપ્ત કરીને અપુત્રનું ધન છોડી દઈ અને ધૂતાદિને દેશવટો આપીને જગતના કંટક એવા મોહરાજાને જીત્યો. – યશપાલકૃત મોહપરાજય આ રીતે ઉત્તમ મહાપુરુષોના ગુણગાન કરવાથી સ્વજીવનમાં ગુણોની પ્રાપ્તિ થાય છે. મારી નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ પરમાત્માની અને પૂજ્ય ઉપકારી ગુરુભગવંતોની અસીમ કૃપાદૃષ્ટિથી શ્રુતભક્તિનું આ ઉત્તમ કાર્ય પ્રસન્નતાપૂર્વક થયેલ છે. શ્રુતભક્તિના આ કાર્યમાં વર્લ્ડમાનતપોનિધિ પૂજય ગણિવર્ય શ્રીનયભદ્રવિજય મહારાજનું પ્રેરક પરિબળ પ્રાપ્ત થયું અને ખાસ તો લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના નિયામક શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહે પ્રસ્તુત કુમારપાલચરિત્રસંગ્રહ ગ્રંથના આ નવીન સંસ્કરણના સંપાદનકાર્યમાં શ્રુતભક્તિનો જે લાભ આપ્યો, તેનાથી આવા ઉત્તમ પ્રભાવક મહાપુરુષો પ્રત્યે વિશેષ અહોભાવ જાગૃત થયો, તે બદલ ઉપકારીઓ પ્રત્યે ઉપકૃતતા વ્યક્ત કરીને સ્વજીવનની ધન્યતા અનુભવું છું. આ ગ્રંથની મુનિ જિનવિજય દ્વારા સંપાદિત પ્રથમવૃત્તિમાં ૧૨ પૃષ્ઠનું શુદ્ધિ-વૃદ્ધિ પત્રક પરિશિષ્ટરૂપે હતું તે આ દ્વિતીયાવૃત્તિમાં અમે ઘણો પરિશ્રમ કરીને ટિપ્પણીમાં ગોઠવેલ છે તથા પ્રસ્તુત સંગ્રહ ગ્રંથની ચોથી કૃતિ ચતુરશીતિપ્રબંધાન્તર્ગત કુમારપાલદેવપ્રબંધ ઇત્યાદિ પ્રબંધો અંતર્ગત પદ્યો અને વિશેષનામોનો પરિશિષ્ટ ૧-૨માં સમાવેશ ન હતો તે પડ્યો અને વિશેષનામોને અમે પરિશિષ્ટ ૧-૨માં ગોઠવીને તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy