SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ —‘હે ભાઈ ! જ્યાં સુધી શ્રી સિદ્ધહૈમવ્યાકરણનાં અર્થમાધુર્યવાળાં વચનોનું શ્રવણ કરવામાં આવે ત્યાં સુધી પાણિનિવ્યાકરણના પ્રલાપને બંધ રાખવા દે. (શિવશર્મકૃત) કાતન્ત્રવ્યાકરણરૂપી કથાને વૃથા સમજ, શાકટાયનવૈયાકરણનાં કટુ વચનો કાઢ નહિ; ભલા, ક્ષુદ્ર (ચંદ્રગોમિ નામના બૌદ્ધાચાર્યકૃત) ચાન્દ્રવ્યાકરણથી શું સ૨વાનું ? અને કંઠાભરણ આદિ અન્ય વ્યાકરણોથી પણ આત્માને શા માટે કલુષિત કરે છે ? અન્યત્ર બીજું કથન છે કે, २० " किं स्तुमः शब्दपथोधेर्हेमचन्द्रयतेर्मतिम् । एकेनापि हि येनेदृक् कृतं शब्दानुशासनम् ॥'' શબ્દોના સમુદ્રરૂપ આ. હેમચંદ્રસૂરિભગવંતની મતિની શું સ્તુતિ કરીએ ? (કરી શકીએ), કારણ કે તેમણે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું છે. સિદ્ધરાજયસિંહ પછી મહારાજ કુમારપાલદેવ ગાદી પર આવ્યો તે એક અદ્વિતીય અને આદર્શ રાજા હતો. ન્યાયી, દયાળુ, પરોપકારી, પરાક્રમી અને ધર્માત્મા હતો. પૂર્વે થયેલ રાજા ભીમદેવનો એક પુત્ર દેવપ્રસાદ- તેનો પુત્ર ત્રિભુવનપાલ અને તેનો પુત્ર તે આ કુમારપાલ. કુમારપાલ પ્રજાનું પાલન પુત્રવત્ કરતો હતો. પોતાના રાજ્યમાં એક પણ પ્રાણીને દુઃખી નહિ રાખવાનો મનોરથ રાખતો. તેનું રાજ્ય રામ-રાજ્ય હતું. પ્રજાની અવસ્થા જાણવા માટે ગુપ્ત વેશમાં શહેરમાં ભ્રમણ કરતો. પૂ. હેમચંદ્રાચાર્યમહારાજા કહે છે કે, ‘દરિદ્રતા, મૂર્ખતા, મલિનતા ઇત્યાદિથી જે લોકપીડિત થાય છે તે મારા નિમિત્તથી કે અન્યથા ? આ પ્રકારે બીજાનાં દુ:ખોને જાણવા માટે રાજા શહેરમાં ફરતો રહેતો હતો' આ રીતે જ્યારે ગુપ્ત ભ્રમણમાં કુમારપાળ મહારાજને કોઈ દુ:ખી દેખાતો તો તેનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરતો. નિપુત્ર મનુષ્યના મરણ પછી તેની સંપત્તિ રાજા લઈ લે છે એ નિયમ તેણે બંધ કરાવ્યો. આ સંબંધી એક કવિએ કહેલ શ્લોક છે તે નોંધવા યોગ્ય છે. Jain Education International " अपुत्राणां धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः । त्वं तु सन्तोषतो मुञ्चन् सत्यं राजपितामहः ॥” –અપુત્રોનું ધન ગ્રહણ કરનારો રાજા તેનો પુત્ર બને છે, પરંતુ આપ તો સંતોષપૂર્વક તેને છોડી દેવાથી રાજપિતામહ થયા છો. — • सोमतिलकसूरिकृतकुमारपालदेवचरिते १९ कण्डिकायां श्लो. ४१२ पृ. ५२ યશપાલમંત્રી સ્વરચિત મોહપરાજયનાટકમાં કુમારપાળ રાજાની સ્તુતિ કરતા કહે છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy