SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માઓ પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રકટ કરવા માટે, પૂર્વ ગ્રંથો દ્વારા તથા વૃદ્ધપુરુષોના મુખેથી જે કાંઈ વૃત્તાંત શ્રવણગોચર થયો છે, તેને ભાવિ પ્રજાના હિત માટે પુસ્તકરૂપમાં લખીને પોતાની પરોપકારવૃત્તિ પ્રકટ કરી છે. આ પ્રાતઃસ્મરણીય મહર્ષિ અને રાજર્ષિના આદર્શ જીવનની એક ક્ષણ પણ એવી નથી કે જે જાણવા માટે અનુપયોગી હોય, તેથી આ મહાત્માઓના સમગ્ર જીવનચરિત્રરૂપી અમૃતનું પાન કરીને પોતાના આત્માને સંતુષ્ટ કરવો જોઈએ. મુનિ જિનવિજયજીએ પોતાના પ્રસ્તાવનાદિ વક્તવ્યમાં અને રાજર્ષિ કુમારપાલ નામક નિબંધમાં આ મહાપુરુષોના ચરિત્રનો કાંઈક સારાંશ લખેલો છે, તેથી આ મહાપુરુષોના ચરિત્ર અંગે અહીં વિશેષ લખવાનો પ્રયાસ કરેલ નથી, ફક્ત આ ગ્રંથનું નવીન સંસ્કરણ “શ્રતરત્નાકર” તરફથી પ્રકાશિત થઈ રહેલ છે તે પ્રકાશનમાં શ્રુતભક્તિસ્વરૂપ સંશોધનાદિ કાર્ય કરતાં કરતાં આ મહાપુરુષોના જીવનને જાણવામાણવાનો જે અવસર સાંપડ્યો અને આ મહાપુરુષો પ્રત્યે જે વિશેષ અહોભાવ જાગૃત થયો તેની અભિવ્યક્તિરૂપે પૂર્વાચાર્ય રચિત પદ્ય દ્વારા આ મહાપુરુષોના ગુણગાન કરી સ્વજીવનની કૃતાર્થતા અનુભવું છું. . આચાર્યભગવંત હેમચંદ્રાચાર્યમહારાજાની વિદ્વત્તાથી મુગ્ધ થઈ સિદ્ધરાજજયસિંહદેવ તેમના ઉપર બહુ ભક્તિભાવ ધરાવતો હતો, અને દરેક શાસ્ત્રીય બાબતમાં તેમની પાસે ખુલાસા મેળવી સંતુષ્ટ થતો હતો. તેમના ઉપદેશથી સિદ્ધરાજની જૈનધર્મ ઉપર પ્રીતિ થઈ હતી, અને તેના ઉપલક્ષમાં સિદ્ધરાજે “રાયવિહાર' નામે એક જૈન મંદિર પાટણમાં, ‘સિદ્ધવિહાર' નામે એક ૨૪ જિનપ્રતિભાવાળું મંદિર સિદ્ધપુરમાં બંધાવ્યું હતું. વળી સિદ્ધરાજના કથનથી પૂ. હેમચંદ્રાચાર્યભગવંતે “સિદ્ધહૈમવ્યાકરણ” નામે સર્વાગપૂર્ણ શબ્દશાસ્ત્ર બનાવ્યું હતું. તે “સિદ્ધહૈમવ્યાકરણ' ઉત્સવપૂર્વક રાજકુળમાં લાવવામાં આવ્યું ત્યારે એક કવિ દ્વારા તે ગ્રંથની પ્રશંસા આ રીતે કરવામાં આવી છે (૧૦“પ્રતિઃ ! સં9 પનિપ્રષિતં તિન્દ્રસ્થા વૃથા, मा कार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् । कः कण्ठाभरणादिभिर्बठरयत्यात्मानमन्यैरपिः । श्रूयन्ते यदि यावदर्थमधुरा श्रीसिद्धहेमोक्तयः ॥" ૧૦. જુઓ :- પ્રેમસૂરિપ્રવધે 3યાં સ્નો. ૨પૃ. રરર ! जिनमण्डनगणिकृतकुमारपालप्रबन्धे पृ. १६-१७ ।। ત્રિભુત્વતમારVIનવરિત્રે પૃ. ૮ સ્તો. ર૬-૪૬ | मेरुतुङसूरिकृतप्रबन्धचिन्तामणावपि एतेन श्लोकेन कविभिः श्लाघा कृता । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy