SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १८ ચાર્યમહારાજે પ્રાકૃતમાં દ્વયાશ્રય કાવ્ય રચ્યું છે. – જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવી આવૃત્તિમાંથી સાભાર ઉદ્ધત ટિ. ૨૮૯ પૃષ્ઠ-૧૭૬ આ ગ્રંથગણનામાં કુમારપાલપ્રબંધ' નામનો જે ગ્રંથ છે, તેની વિ. સં. ૧૪૯૨માં તપગચ્છાચાર્ય મહાપ્રભાવક પૂ. શ્રી સોમસુંદરસૂરિમહારાજના સુશિષ્ય પૂ. શ્રી જિનમંડનગણિવર્યે રચના કરેલી છે, તે સંપૂર્ણ ગ્રંથ સરળ અને સરસ સંસ્કૃતમય છે, ગદ્ય અને પદ્યથી મિશ્રિત છે વચ્ચે વચ્ચે પ્રસંગવશ પ્રાકૃત પદ્ય પણ તેમાં ઉદ્ધત છે, તે ગ્રંથનો ચરિત્રાત્મકભાગ કેવલ કવિની કલ્પના નથી, પરંતુ ઐતિહાસિક ઘટનાસ્વરૂપ છે. આ ચરિત્રમાં અણહિલપુર પાટણનગરની સ્થાપના (વિ.સં. ૮૦૨થી લઈને કુમારપાળરાજા (સં.૧૨૩૦) સુધીની ગુર્જર રાજયપ્રવૃત્તિ વગેરે સંક્ષિપ્તથી વર્ણવેલી છે. તથા સિદ્ધરાજજયસિંહનું બંગાળના મહોબકપુર (મહોત્સવપુર)ના રાજા મદનવર્માની સાથે સમાગમ થવાનો ઉલ્લેખ આ જ ગ્રંથમાં જોવા મળે છે. જુદા જુદા દેશોને જીતવા, વિદ્યા, કલા, કૌશલ્ય આદિનો દેશમાં પ્રચાર કરવો, નીતિ અને ધર્મમય જીવન વિતાવવા માટે પ્રજાને અનેક રીતે પ્રવૃત્ત કરવી, હિંસા, વ્યસન આદિ અધ:પાત કરાવનારા અકૃત્યોનો સર્વથા નાશ કરવો અને સોમેશ્વર, શત્રુંજય, ઉજ્જયેતાદિ વિવિધ તીર્થોના જીર્ણોદ્ધાર કરાવવા અને અનેક નવીન જિનાલયો બંધાવવા ઇત્યાદિ વિવિધ વિષયોનું મનોહર વિવેચન આ ગ્રંથમાં કરેલું છે. વધારે શું કહેવું? તે સમયની રાજકીય, ધાર્મિક અને સામાજિક સ્થિતિનું એક ઉત્તમ ચિત્રરૂપ આ પ્રબંધ છે. પ્રસ્તુતસંગ્રહાન્તર્ગત કુમારપાલપ્રબોધપ્રબંધ નામની ત્રીજી કૃતિમાં ત્રણ જગતના સાર્વભૌમ શ્રીમદ્મદ્ધિર્મની અનુકંપાનામની પત્નીની કુક્ષિરૂપી સરોવરમાં રાજહંસી સમાન અસીમ સૌન્દર્યવતી અહિંસાનામની પુત્રી ઉત્પન્ન થઈ છે, તે અહિંસાન્યા સાથે ચૌલુક્યચક્રવર્તી મહારાજા કુમારપાળના પાણિગ્રહણ મહોત્સવનો પ્રસંગ અતિ અદ્ભુત રોમાંચક શૈલિમાં વર્ણવેલ છે. મહારાજાના અહિંસા કન્યા સાથે લગ્ન થયા છે એટલે સ્વસપત્ની અહિંસાની પરમોન્નતિ જોઈને હિંસા શું કરે છે તે આખો પ્રસંગ વાંચતા ઘણો બોધ મળે છે. -કુમારપાલપ્રબોધપ્રબંધ-પુષ્પિકા ૭૦થી ૭૩ | પૃષ્ઠ ૧૭૯થી ૧૮૨. આ કુમારપાલચરિત્રસંગ્રહમાંની કૃતિઓમાં બે એવા મહાન પુરુષોનું વર્ણન છે કે, જેમની સમાનતા કરનારા તેમના પછી ભારતવર્ષમાં પ્રાયઃ કોઈ થયા નથી. આ પુણ્યપ્રભાવકોના સંપૂર્ણ ગુણોનું વર્ણન તો સાક્ષાત્ બૃહસ્પતિ પણ કરવા સમર્થ નથી, પરંતુ શુમે યથાશ િયતનીયમ્' આ સૂક્તિના અનુસાર ચરિત્રકારો અને પ્રબંધકારોએ આ ૯. પૂ. શ્રી જિનમંડનગણિકૃત કુમારપાલપ્રબંધ ગ્રંથ પણ પુસ્તકાકારે ‘શ્રતરત્નાકર” તરફથી પ્રકાશિત થનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy