SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ જિનવિજયજી પ્રાસ્તાવિક કથનમાં જણાવે છે કે, આ ગ્રંથની એક માત્ર પ્રાપ્ત પૂર્ણ પ્રતિ પાટણના ભંડારમાં સુરક્ષિત છે. જે તાડપત્રી ઉપર વિ. સં. ૧૪૫૮માં ગુજરાતના પ્રસિદ્ધ પુરાતનનગર ખંભાતમાં લખાયેલી છે. મુખ્યરીતે આ ગ્રંથની રચના પ્રાકૃત ભાષામાં કરેલી છે અને ગ્રંથનો વિસ્તાર પ્રાયઃ ૮૮૦૦ શ્લોકપરિમાણ જેટલો વિશાળ છે. પૂજય આચાર્ય સોમપ્રભસૂરિમહારાજાએ વિ.સં. ૧૨૪૧માં આ ગ્રંથની રચના પૂર્ણ કરેલ છે. આ આચાર્ય ભગવંત સ્વયં પૂજય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા અને કુમારપાળરાજાના સમસમયવર્તી હતા તેથી તેમની આ રચનાનું ઐતિહાસિક મહત્ત્વ સૌથી વધુ છે. આ ગ્રંથનું સર્વપ્રથમ સંપાદન મુનિ જિનવિજયજી દ્વારા થયું છે અને વડોદરાની ગાયકવાડસ્ ઓરિએન્ટલ સિરીઝમાં ઈ.સ. ૧૯૨૦માં પ્રકાશન થયું છે, અને આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ શ્રુતજ્ઞાન પ્રસારક સભા તરફથી વિ.સં. ૨૦૫૧માં પ્રકાશિત થયેલ છે.) તે સંપાદનમાં ગ્રંથનો જેટલો ઐતિહાસિક ભાગ છે તેને પૃથફ તારવીને પરિશિષ્ટરૂપમાં સંકલિત કરેલ છે તે જ ઐતિહાસિકસારભાગરૂપ સંકલન આ ગ્રંથસંગ્રહમાં પુનર્મુદ્રિત કરેલ છે જે કુમારપાળરાજાના ઇતિહાસના વિષયમાં અન્વેષણ અને અનુસંધાન કરવાવાળા વિદ્વાન અને લેખકો માટે આનું અવલોકન અતિઆવશ્યક જણાય છે. આ ગ્રંથનું મૂળ નામ તો “જિનધર્મપ્રતિબોધ' છે, પરંતુ આ ગ્રંથની તાડપત્રો ઉપર લખેલી એકમાત્ર સંપૂર્ણ પ્રતિ જે પાટણના ભંડારમાં ઉપલબ્ધ છે અને તેની પ્રતિલિપિ વિ.સં. ૧૪૫૮માં ખંભાતની બૃહત્પૌષધશાળામાં ભટ્ટારક શ્રીજયતિલકસૂરિના ઉપદેશથી કાયસ્થજ્ઞાતીય માં મંડલિકના પુત્ર મહં. ખેતાએ કરેલી છે તે પ્રતિના અંતિમ પુષ્મિકા લેખમાં આ ગ્રંથનો નિર્દેશ કુમારપાલપ્રતિબોધ પુસ્તક આ પ્રમાણે કરેલો છે, તેથી આ નામ વિશેષ અન્વર્થક લાગવાથી આ ગ્રંથનું નામ “કુમારપાલપ્રતિબોધ' રાખવું ઉચિત લાગ્યું છે એમ મુનિ જિનવિજયજી પોતાના પ્રાસ્તાવિક લખાણમાં જણાવે છે. વાસ્તવમાં આ ગ્રંથનું નામ “જિનધર્મપ્રતિબોધ' છે અને કુમારપાલપ્રતિબોધ' નામનો ગ્રંથ તે છે કે, જે આ ७. संवत् १४५८ वर्षे द्वितीयभाद्रपदशुदि ४ तिथौ शुक्रदिने श्रीस्तम्भतीर्थे बृहद्ध(वृद्ध)पौषधाशालायां भट्टा० श्रीजयतिलकसूरीणां उपदेशेन श्रीकुमारपालप्रतिबोधपुस्तकं लिखितमिदम् ॥ कायस्थज्ञातीय महं मडलिकसुत तालिखितम् । चिरं नन्दतु ।।छ। उ० श्रीजयप्रगभगणिसष्य(शिष्य) उ० श्रीजयमन्दिरगणिसष्य(शिष्य) भट्टा० श्रीकल्याणरत्नसूरिगुरुभ्यो नमः ॥ पं० व(वि)द्यारत्नगणि । कुमारपालप्रतिबोधप्रशस्तिः पृष्ठ-२९९ शशि-जलधि-सूर्यवर्षे शुचिमासे रविदिने सिताष्टम्याम् 'जिनधर्मप्रतिबोध' क्लृप्तोऽयं गूजरेन्द्रपुरे । (पृ. ૨૧૬) યથા - નિજધમ્મgf વાદે સમર્થીિમો પઢHસ્થાવો . (પૃ. ર૬૭) વિનધર્મપ્રતિવીધે પ્રસ્તાવ: પશH: : | (g. ૨૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy