SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ १५ કરેલા છે. આ રીતે આ પ્રબંધમાં ચરિત્રાત્મક વર્ણન સિવાય ઉપદેશાત્મક અને પ્રચારાત્મક ઉદ્ધરણોનો પણ ઘણો સંગ્રહ કરેલો છે તેથી સંગ્રાહક ગ્રંથકારશ્રીએ આ ગ્રંથનું નામ “કુમારપાલપ્રબોધપ્રબંધ' રાખવું યોગ્ય માન્યું છે. આ પ્રબંધમાં કુમારપાળરાજાના જીવનવિષયક મુખ્ય મુખ્ય ઘટનાઓનું ક્રમબદ્ધ વર્ણન કરેલું છે. જેનો ઉલ્લેખ પૂર્વકાલીન ચરિત્રગ્રંથોમાં અને પ્રબંધોમાં એક અથવા બીજા સ્વરૂપે જોવા મળે છે, સાથે સાથે પ્રસંગોપાત્ત ઉપદેશાત્મક ઉલ્લેખ પણ વિસ્તૃતરૂપમાં સંગૃહીત કરેલ છે, તેથી એક પ્રકારે ધાર્મિક કથાગ્રંથનું સ્વરૂપ આ પ્રબંધને પ્રાપ્ત થયેલું છે. (૪) ચતુરશીતિપ્રબન્ધાન્તર્ગત કુમારપાલદેવપ્રબંધ આ કુમારપાલચરિત્રસંગ્રહની ચોથી કૃતિ “કુમારપાલદેવપ્રબંધ છે. પૂ. આ. રાજશેખરસૂરિ મ.નો પ્રબંધકોશ નામનો ગ્રંથ છે તેમાં કુલ ચોવીસ પ્રબંધ છે તેથી તે ગ્રંથનું બીજું નામ ચતર્લિંશતિપ્રબંધ પણ સુપ્રસિદ્ધ છે. એ જ રીતે એક ચતુરશીતિપ્રબંધ નામનો પણ સંગ્રહાત્મક ગ્રંથ છે જેમાં ચોરાશી પ્રબંધોનો સંગ્રહ છે. આ ચતુરશીતિ પ્રબંધ ગ્રંથ પૂર્ણરૂપે પ્રાપ્ત થતો નથી પરંતુ તેમાંથી કેટલાક પ્રબંધો પ્રાપ્ત થાય છે. મુનિ જિનવિજયજી પ્રાસ્તાવિક કથનમાં જણાવે છે કે, જે પ્રમાણે પુરાતન પ્રબંધસંગ્રહ નામના ગ્રંથના સંપાદનમાં ૩-૪ પ્રબંધાત્મક પ્રકીર્ણ સંગ્રહો પરથી ઐતિહાસિક પ્રબંધોનું સંકલન કરેલ છે તે જ પ્રકારના અને પ્રાયઃ તેવા જ વિષયોના પ્રબંધ આ સંગ્રહમાં જોવા મળે છે. તેમાંથી કુમારપાળરાજાના જીવનની સાથે સંબંધ રાખનારા પ્રબંધોને આ ગ્રંથમાં સંકલિત કર્યા છે. જે પ્રતિ ઉપરથી આ સંકલન કર્યું છે તે પ્રતિ અનુમાનથી પ્રાયઃ વિ.સં. ૧૫૦૦ની પૂર્વે લખાયેલી છે, પરંતુ અશુદ્ધ ઘણી છે અને તેની ભાષા પણ બહુ સાદી, કેટલીક અપભ્રંશ અને એક પ્રકારની બોલચાલની સંસ્કૃત ભાષા છે જે લોકગમ્ય દેશ્યભાષાનું અનુકરણ સૂચિત કરે છે. આ સંકલનમાં કુમારપાળરાજાના જીવનવિષયક કેટલીક નાની નાની ઘટનાઓ પણ સંગૃહીત છે જે અન્ય પ્રબંધોમાં દષ્ટિગોચર થતી નથી. કલિકાલસર્વજ્ઞ પૂજય આચાર્યભગવંત શ્રી હેમચંદ્રસૂરિમહારાજાના પ્રબંધની પણ કેટલીક એવી વાતો આ પ્રબંધમાં લખેલી જોવા મળે છે તે અન્યત્ર અપ્રાપ્ય છે. જો કે આ બાબત ગૌણ છે, પરંતુ આ પ્રબંધમાં કેટલીક વિશિષ્ટ ઐતિહાસિક તથ્યોને જણાવતી વિગતો પણ જોવા મળે છે. (૫) પૂજ્ય સોમપ્રભાચાર્યકત કુમારપાલપ્રતિબોધઉદ્ધત ઐતિહ્યસારાત્મકસંક્ષેપ - કુમારપાલચરિત્રસંગ્રહગત પાંચમી રચનામાં પૂ.સોમપ્રભાચાર્યકૃત પ્રાકૃત બૃહત્કાયગ્રંથ કુમારપાલપ્રતિબોધનો ઐતિહાસિકસારભાગ સંકલિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy