SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રતિની B સંજ્ઞા અને પૂનાની બે પ્રતિ છે તેની Pa અને PB સંજ્ઞા આપેલ છે. પૂનાની બંને પ્રતિઓ ત્રુટિત છે. આ પ્રબંધની રચના પ્રબંધચિંતામણિ આદિ કોઈ પુરાતન પ્રકીર્ણ પ્રબંધોના આધાર પર કરેલી છે. આ ગ્રંથમાં જે પદભાગ છે તે બધો અન્ય ગ્રંથોમાંથી ઉદ્ધત છે અને જે ગદ્યભાગ છે તે કેટલોક સંગ્રાહકનો સ્વયં સંકલિત કરેલો છે અને કેટલોક ભાગ ગ્રથિત કરેલો છે. પ્રસ્તુત ચરિત્રના ગ્રંથકર્તાએ સ્વયં ગ્રંથના અંતમાં કહ્યું છે કે કેટલુંક ગુરુમુખથી જે સાંભળ્યું છે તેના પરથી અને કેટલુંક જે લિખિત રૂપમાં મળે છે તેના આધારથી મેં આ કુમારપાળરાજાનો પ્રબંધ નિર્મિત કરેલો છે. પૂ.જિનમંડનગણિવર્યએ પોતાના કુમારપાલપ્રબંધની રચના પ્રાયઃ આ પ્રબંધના આધાર પર કરેલ જણાય છે. વર્ણનક્રમ અને રચનાશૈલિની સમાનતા ઉપરાંત ઘણા વાક્યસંદર્ભ પણ બંને પ્રબંધોમાં એકસરખા જોવા મળે છે. પૂ.જિનમંડનગણિની કુમારપાલ પ્રબંધની રચના વિ.સં. ૧૪૮૯માં પૂર્ણ થયેલી છે, તેથી તે રચના પ્રસ્તુત પ્રબોધપ્રબંધની પછીની રચના છે એમાં કોઈ સંદેહ નથી. કેમકે જે પ્રતિના આધાર ઉપરથી આ પ્રબંધ અહીં મુદ્રિત કર્યું છે તે પ્રતિની પ્રતિલિપિ વિ.સં.૧૪૬૪માં અર્થાત્ પૂ. જિનમંડનગણિવર્યશ્રીની રચનાના ૩૫ વર્ષ પૂર્વે થયેલી છે. આ કુમારપાલપ્રબોધપ્રબંધના પ્રારંભભાગમાં ૨૦૦ પદ્યાત્મક સંક્ષિપ્ત ચરિત્ર જે આ સંગ્રહમાં પ્રથમ કૃતિના રૂપમાં મુદ્રિત કરેલું છે તે પૂર્ણરૂપે અન્તર્ગથિત કરેલું છે. એ રીતે પ્રબંધચિંતામણિ આદિ ગ્રંથોમાં જે વર્ણન છે તેના પણ અનેક અંશો યથાવત્ સંકલિત દ્વિતિયાશ' પાઠ છે આ રીતે એક જ ઘાટના વૃદ્ધ&િા, દ્ધિછિકા અને દ્વિત્રિા ત્રણ ભિન્ન ભિન્ન નામો જોવા મળે છે, તેથી વાસ્તવિક નામ કયું છે તે વિદ્વાનોના સંશોધનનો વિષય બને છે. વળી, ઉજ્જયિની નગરીમાં કુડગેશ્વરનું મંદિર આવેલું છે તે અંગે કુઇંગેશ્વર કે કુંડગેશ્વરનું બેમાં કયું નામ વાસ્તવિક છે તે અંગે સ્પષ્ટતા થતી નથી. પૃષ્ઠ-૧૦-શ્લોક-૧૩૦ | પંક્તિ ૨૪માં કુંડલેશ્વરન્તિ પાઠ છે, પૃષ્ઠ-૩૧-શ્લોક-૧૪૨ / પંક્તિ ૧૪માં “કેમ્' પાઠ છે, પૃષ્ઠ-૩૨ શ્લોક-૧૫૧ | પંક્તિ-૫ માં ‘ડેશ્વરમ્' પાઠ છે, પૃષ્ઠ-૧૦૩-શ્લોક-૧૩૨ / પંક્તિ ૨૭માં ‘ગુડફ્રેશ્વરમન્દિરે પાઠ છે, પૃષ્ઠ-૧૦૪-શ્લોક-૧૩૬ / પંક્તિ-૧૦માં નિષ્ફ પાઇ છે અને પૃષ્ઠ૨૧૬-કંડિકા-૫ | પંક્તિ-૨પમાં ફ્રેશ્વરપ્રસાદે પાઠ છે આમ બધે મૂળ ગ્રંથમાં તો ૩૨૦ પાઠ જોવા મળે છે પરંતુ પૃષ્ઠ ૧૦૩-૧૦૪ ઉપરના પાઠમાં B પ્રતિમાં કુશ્વ૬૦ પાઠ છે તે પાછળ પરિશિષ્ટમાં આપેલ છે તેથી એ પાઠ બે સ્થાનમાં પાઠભેદ તરીકે અમે નીચે ટિપ્પણીમાં આપેલો છે. આ બંને પાઠમાંથી વાસ્તવિક ક્યો પાઠ છે તે વિદ્વાનોના સંશોધનનો વિષય બને છે. किञ्चिद् गुरुमुखाच्छ्रुत्वा किञ्जिदक्षरदर्शनात् । प्रबन्धोऽयं कुमारस्य भूपतेलिखितो मया ॥ - कुमारपालप्रबोधे श्लो० ५५१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy