SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ १० વર્ણન છે, રાજ્યપ્રાપ્તિ પછીનું કોઈ વર્ણન આ ચરિત્રમાં નથી. આ ચરિત્રના છેલ્લા પાંચ શ્લોકમાં ફક્ત આટલું સૂત્રરૂપથી સૂચિત કર્યું છે કે, રાજ્યગાદી ઉપર બેસ્યા પછી કુમારપાળરાજાએ પહેલા તે બધા પોતાના ઉપકારીજનને બોલાવ્યા અને તેમનો યથોચિત આદર-સન્માન કર્યો. ત્યારપછી યથાસમયે આમ્રના વૃક્ષો ઉપર કર લેવાનું માફ કર્યું, નિસંતાન મૃત્યુ પામેલા કુટુંબોની સંપત્તિ જપ્ત કરવાનું બંધ કર્યું, સાત દેશોમાં સાત વ્યસનોનું સેવન બંધ કરાવ્યું અને બાર વર્ષ સુધી બધા પ્રાણીઓની હિંસાઓનો ત્યાગ કરાવ્યો, ઉત્તરમાં તુરુષ્કદેશ સુધી, પૂર્વમાં ગંગાતીર સુધી, દક્ષિણમાં વિંધ્યાચલ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધીની પૃથ્વી પોતાના શાસનમાં અધિકૃત કરી અને તેને જૈનમંદિરોથી અલંકૃત કરી જૈનધર્મનું આરાધન કરતાં સ્વર્ગમાં ગયા. આ ચરિત્રમાં ૨૨૧ શ્લોકો છે, પ્રસ્તુત સંગ્રહમાં બીજું ચરિત્ર પૂજ્ય આચાર્યભગવંત સોમતિલકસૂરિમહારાજાકૃત કુમારપાલદેવચરિત છે તેના પ્રારંભના ૧૯૫ શ્લોક જેટલો ભાગ આ પહેલા ચરિત્રના સંપૂર્ણ શબ્દશઃ અવતરણરૂપ છે. ત્યારપછી ત્રીજું ચરિત્ર કુમારપાલપ્રબોધપ્રબંધ છે તેમાં પણ મહારાજા કુમારપાળના પૂર્વ જીવનનો વર્ણનાત્મક ભાગ ઘણો ખરો આ સંક્ષિપ્ત ચરિત્રના આધાર પરથી લખ્યો છે અને આ સંક્ષિપ્ત ચરિત્રના ઘણા શ્લોક પણ તેમાં યથાવત્ ઉદ્ધૃત કર્યા છે. પૂજ્ય શ્રીજિનમંડનગણિકૃત કુમારપાલપ્રબંધમાં પણ આના ઘણા શ્લોકો ઉત્કૃત છે. આનાથી જણાય છે કે અન્ય અન્ય ચરિત્ર અને પ્રબંધના લેખકોએ આ સંક્ષિપ્ત ચરિત્રનો મહારાજા કુમારપાળના પૂર્વજીવનના વર્ણન માટે વિશેષ આધારભૂત અને મૌલિક માનીને આનો પૂરો ઉપયોગ કર્યો છે, આથી જ મહારાજા કુમારપાળના ચરિત્રાત્મક સાધનોમાં આ એક પ્રમાણભૂત ચરિત્ર છે. (૨) પૂજ્ય આચાર્ય શ્રીસોમતિલકસૂકૃિત કુમારપાલદેવચરિત ર. આ સંગ્રહનું બીજું ચરિત્ર પૂ. આ. શ્રીસોમતિલકસૂરિકૃત કુમારપાલદેવચરિત છે. कृतोपकारानाकार्य सर्वान् सर्वहितस्ततः । कृतज्ञः कृतवान् राजा तेषां पूजां यथोचितम् ॥ २१७॥ सहकारकरो मुक्तस्त्यक्तं च रुदतीधनम् । व्यसनानि निषिद्धानि सप्त देशेषु सप्तसु ॥२१८॥ वधो निषिद्धो वर्षाणि द्वादशाखिलदेहिनाम् । विश्वम्भरा तेन तेने जैनप्रासादमण्डिता ॥ २१९ ॥ स कौबेरीमातुरष्कं पूर्वामात्रिदशापगाम् । याम्यामाविन्ध्यमावाद्धि पश्चिमां साध्वसाधयत् ॥ २२०॥ कुमारपालदेवस्य किमेकं वर्ण्यते क्षितौ । जिनेन्द्रधर्म्यमाराध्य माहेन्द्रं यो दिवं ययौ ॥२२९॥ Jain Education International अज्ञातकर्तृकपुरातनसंक्षिप्तकुमारपालदेवचरि For Private & Personal Use Only www.jainelibrary.org ·
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy