________________
[૭] (૧૮) ૫૮, ૭૬, ૭૭, ૮૬ અને ૮૭ એ પાંચ શ્લોકમાં સત્તરમાં પ્રકારમાં જણાવ્યા પ્રમાણેની રીતનું અનુસરણ કરવામાં આવ્યું છે, પણ તેમાં અહિં થોડી વિલક્ષણતા કરીને સહજ કઠિનતા વધારી છે. એ તે તે લેકે વિચારવાથી જણાય એવી છે. ' (૧૯) ૫૯ મા લેકમાં સૂત્રના બધા અક્ષરે જુદી રીતે જણ
વ્યા છે. લેકમાં એ અક્ષરે જે રીતે ગુંથ્યા છે તે રીત કિલષ્ટ છે એ સ્પષ્ટ છે. અક્ષરે મેળવ્યા પછી પણ તેમાંથી સૂત્ર ગોઠવવું એ પણ સહજ નથી. તેમાં થેડે શ્રમ લેવો પડે એમ છે.
(૨૦) ૬૦ મા શ્લોકમાં એક એવું સૂત્ર પસંદ કરવામાં આવ્યું છે કે જેનાં અનેક અર્થો થાય છે. તે અર્થો શ્લોકમાં જણાવ્યા છે. અનેકાર્થ શબ્દને જેને પરિચય હેય તેને એ સૂત્ર મેળવવામાં વાર ન લાગે એ સહજ છે.
(૨૧) ૭૧ મા શ્લોકમાં સૂત્રના અક્ષરે એવા સુન્દર ક્રમશઃ ગુંથ્યા છે કે સૂત્ર સ્પષ્ટ જણાય છે. શ્લોકનો ભાવ પણ રેચક છે. - (રર) ૭ર અને ૯૭ મા શ્લોકોમાં એવી રીત અનુસરવામાં આવી છે કે જેમાં સૂત્રના અક્ષરમાં કાંઈક ઉમેરવામાં આવે તો અમુક રૂપ મળી આવે. એ રીતે સત્રની ઉપસિથિતિ કરવામાં વ્યાકરણના શબ્દ તથા ધાતુના પ્રયોગ તરફ પણ લય આપવું જરૂરી બને. .
(ર૩) ૯૨ માં શ્લોકમાં જે પ્રક્રિયા જણાવી છે તે પ્રમાણે જે નિષ્પન્ન થાય તેને ઉલટવામાં આવે તે સત્ર મળે અથવા સૂત્રને ઉલટાવવાથી શ્લેકમાં જણાવેલ અર્થે ઉપસ્થિત થાય. આ વિલેમ રીતિ પણ એક વિલક્ષણ રસાનુભવ કરાવે છે.