________________
संवेगरंगशाला
પ્રવેશ . લાભો, સાધુ અને શ્રાવક માટેનો લાભ વિધિ, તેના ગુણોનું વર્ણન, દુર્ગતાનારી તથા મુલકમુનિનું
દષ્ટાન્ન અને દર્શન વિશુદ્ધિ આદિ છ ગુણોનું વર્ણન કર્યું છે. ૯. પરિણામ લાર :- આ દ્વાર તેના આઠ પેટાદ્વારોના વર્ણનપૂર્વક સાધુ-શ્રાવકને આશ્રયીને વર્ણવ્યું છે. તેમાં (૧)
આ ભવ પરભવના ગુણની વિચારણા (૨) પુત્રને શિખામણ (૩) કાલવિગમન-શ્રાવકની પ્રતિમાઓ (૪) પુત્રને સમજાવવું-પુત્રપ્રતિબોધ (પ) સુસ્થિત ઘટના (૬) આલોચનાદાન (0) આયુષ્યનું પરિજ્ઞાન (૮) અનશન-સંથારા દીક્ષાનો સ્વીકાર વગેરે બાબતોનો તથા તેને લગતા વિષયો-ધર્મજાગરિકા, ધમરાધનાના શુભ મનોરથો, પુત્રને શિખામણ નહિ આપવામાં વજ અને કેસરીનું દષ્ટાંત, કાલવિગમનની શરૂઆત અને તેમાં પૌષધશાળાકરણ, મુનિસેવન દર્શન આદિ શ્રાવકની ૧૧ પ્રતિમાનું વર્ણન, સમ્યકત્વ વગર ધમનુષ્ઠાનની નિષ્ફળતાઅંધપુત્રનું દષ્ટાંત, સામાયિકના પાંચ ગુણોનું વર્ણન, સાધારણ દ્રવ્યના ઉપયોગ માટેના દસ સ્થાનોનું સુંદર વર્ણન, આલોચનાના વિષયોનું સ્વરૂપ-આયુષ્યપરિજ્ઞાનના દ્વારો. ૧. દેવતા ૨. શુકન ૩. ઉપશ્રુતિ ૪. છાયા ૫. નાડી ૬. નિમિત્ત છે. જ્યોતિષ ૮. સ્વપ્ન ૯. અરિષ્ટ ૧૦.
યંત્રપ્રયોગ ૧૧. વિદ્યાદ્વાર વિવેચવામાં આવ્યા છે. ૧૦. ત્યાગદ્વાર:
સહસમલ્લના દષ્ટાંતપૂર્વક આ દ્વાર વિવેચ્યું છે. ૧૧. મરણ વિભક્તિકાર :- આ દ્વારમાં સત્તર પ્રકારના મરણનું સ્વરૂપ વર્ણવી તેમાંના વૈહાનસ અને ગૃધ્રપૃષ્ઠ મરણ ઉપર
જયસુંદર-સોમદત્તનું દષ્ટાંત આપ્યું છે. ૧૨. અધિeગત મરણવારા :- આમાં પંડિત મરણનું માહાત્મય ગાઈને તેના પર નંદ અને સુંદરીની રસમય કથા આપી છે.
પંડિત મરણનો પ્રભાવ-ફળ વગેરે દર્શાવી આ દ્વાર પૂર્ણ કરવામાં આવ્યું છે. ૧૩. શીતિકાર:
શીતિદ્વાર અથત શ્રેણિદ્વાર. આમાં શ્રેણિના વર્ણનમાં ભાવશ્રેણિ ઉપર સ્વયંભૂદત્તનું દષ્ટાંત
આપવામાં આવ્યું છે. ૧૪. બાવળાલાર :- કદંર્પ વિગેરે ભાવનાઓનું સ્વરૂપ વર્ણવ્યું છે. પ્રશસ્ત અપ્રશસ્ત ભાવનાઓના પ્રકારો પુષ્પચૂલા
વગેરેના દષ્ટાંતો સાથે નિર્દેશ્યા છે. ૧૫. સંલેખનાદાર:- આમાં અનશનનો વિધિ તથા ગંગદત્તનો પ્રસંગ આપ્યો છે.
૨. બીજા પરાણસંક્રમણલારના ૧૦ પેટી દારો આ પ્રમાણે છે. ૧. દિશાદ્વાર :
આ દ્વારનું સ્વરૂપ વર્ણવી દિશાનો અવગ્રહ (આચાર્ય પદ) નહિ આપવા ઉપર શિવભદ્રસૂરિનું
દષ્ટાંત. ૨. ક્ષામણાદ્વાર -
દ્વારના સ્વરૂપનું વર્ણન તથા ક્ષમાપના નહિ આપવા ઉપર નચશીલસૂરિનું દષ્ટાંત. ૩. અનુશાન્તિકાર :
દ્વારના સ્વરૂપનું વિવેચન, સ્ત્રીસંગના દોષો-સંસર્ગજન્ય દોષોનું વર્ણન અને એના પર સહમાલિકાનું દષ્ટાંત આપ્યા બાદ (૪) પરગણસંક્રમણવિધિદ્વારનું સ્વરૂપ, (૫) સુસ્થિતગવેષણાદ્વાર, (૬) ઉપસંપદાદ્વાર, (0) પરીક્ષાહાર, (૮) પ્રતિલેખનાહાર, (૯) પૃચ્છાદ્વાર તથા (૧૦) પ્રતિપૃચ્છાદ્વારનું સ્વરૂપ વર્ણવી બીજા પરગણસંક્રમણદ્વારની પૂર્ણાહુતિ કરવામાં
આવી છે. ૩. ત્રીજા મમત્વવિચ્છેદ દારના નવ પેટા કારણે નીચે મુજબ છે.
(૧) આલોચનાવિધાન (૨) શય્યા (૩) સંતારક (૪) નિયમક (૫) દર્શન (૬) હાનિ (6) પ્રત્યાખ્યાન (૮) ખમાવવું (૯) ખમવું. આ દ્વારોના સ્વરૂપનું વર્ણન છે.
આલોચના વિધાનહારના ૧૦ પેટાદ્વાર
૧. કેટલા કાળે આલોચના આપવી, ૨. કોને આપવી, ૩. કોણે આપવી, ૪. નહિ આપવામાં ક્યા દોષો, ૫. આપવામાં ક્યા ગુણો, ૬. કેવી રીતે આપવી, . આલોચનાનો વિષય, ૮. ગુરુએ કેવી રીતે અપાવવી, ૯. પ્રાયશ્ચિત્ત, ૧૦. ફળ-આ દ્વારોના સ્વરૂપવર્ણન પ્રસંગે આચાર્ય મહારાજના ૩૬ ગુણોનું વર્ણન અને ક્ષામણાદ્વાર ઉપર ચંડરુદ્રાચાર્યનું દષ્ટાંત આપી બાકીના શથ્યાદિ દ્વારોનું સ્વરૂપ સમજાવી આ ત્રીજું દ્વાર પૂર્ણ કરવામાં આવ્યું છે.
IX