________________
संवेगरंगशाला
प्रवेश
૪. ચૌથા સમાધિલાભદારના નવ પેટા દ્વારો નીચે મુજબ છે.
(૧) અનુશાસ્તિદ્વાર, (૨) પ્રતિપત્તિદ્વાર, (૩) સારણાદ્વાર, (૪) કવચદ્વાર, (૫) સમતાદ્વાર (૬) ધ્યાનદ્વાર, (૭) લેશ્યાદ્વાર, (૮) ફળદ્વાર, (૯) વિજહનાદ્વાર,
અનુશાસ્તિદ્વારમાં એના ૧૮ પેટાદ્વારોનું વર્ણન છે. તે દ્વારો આ પ્રમાણે છે.
૧. અઢાર પાપસ્થાનક, ૨. આઠમદસ્થાન, ૩. ક્રોધાદિ કષાયો, ૪. પ્રમાદદ્વાર, ૫. પ્રતિબંધ, ૬. સમ્યક્ત્વસ્થિરત્વ, ૦. અરિહંતાદિષટ્કભક્તિમાનપણું, ૮. પંચનમસ્કારમાં તત્પરપણું, ૯. સમ્યજ્ઞાનોપયોગ, ૧૦. પંચમહાવ્રત, ૧૧. ક્ષપકને ચતુઃ શરણગમન, ૧૨. દુષ્કૃતગાંકરણ, ૧૩. સુકૃત અનુમોદના, ૧૪. બાર ભાવના, ૧૫. શીલપાલન, ૧૬. ઈન્દ્રિયદમન, ૧૦. તપમાં ઉદ્યમ, ૧૮. નિઃશલ્યતા.
આ બધાં દ્વારો દૃષ્ટાંતો સાથે વર્ણવ્યાં છે. તે પછી પ્રતિવૃત્તિ વગેરે દ્વારોનું વિવેચન ક્યું છે અને અંતે મહસેન રાજર્ષિના મનોરથો અને તેમણે કરેલો અનશનનો પ્રારંભ, તેમની ઈન્દ્રે કરેલી પ્રશંસા અને દેવાદિએ કરેલા ઉપસર્ગો અને તેમાં રાજર્ષિનું નિશ્ચલપણું રાજર્ષિના ભાવિભવનું વર્ણન કરી, ગ્રન્થકર્તાએ પોતાના ગુર્વાદિની પરંપરા દર્શાવીને ગ્રન્થની સમાપ્તિ કરી છે.
બારમા સૈકાના બહુશ્રુતગીતાર્થ સંવિગ્નશિરોમણિ આચાર્ય ભગવંત શ્રી જિનચંદ્રસૂરિ મહારાજે રચેલ, શ્રી સંઘના પરમપુણ્યોદયે સ્વ. આ. વિજયમનોહરસૂરિ મહારાજ સાહેબના પરમ વિનેય શિષ્યરત્ન પં. વિબુધવિજયજી ગણિવરની શુભ પ્રેરણાથી તેમના ગુરુભાઈ પરમતપસ્વી મુનિભગવંત શ્રી હેમેન્દ્રવિજયજી તથા પંડિત બાબુભાઈ સવચંદના સંશોધન-સંપાદનથી આ મહાન ગ્રન્થ શ્રીસંઘના કરકમલમાં આવી રહ્યો છે. એક પણ મોક્ષાર્થી આત્મા આ ગ્રન્થના વાંચન-શ્રવણથી બાકાત ન રહે. વ્યાખ્યાનમાં પણ આ ગ્રન્થ સર્વત્ર વંચાય અને વર્તમાનકાલીન શ્રીસંઘને ભગવાન જિનેશ્વરદેવના માર્ગની આરાધનાનું જ્ઞાન અને શ્રદ્ધાબળ પ્રાપ્ત થાય એજ એક અભિલાષા.
ખંભાત
દહેવાણનગર, ઢોકળ કુઈ,
પોષ સુદ ૬.
સિદ્ધાંતમહોદધિ ૫. પૂ. સ્વર્ગત
આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પ્ર. પ્ર. શિષ્યાણુ મિત્રાનંદવિજય
X