________________
संवेगरंगशाला
प्रवेश ચરિત્ર રચ્યું. એનું પ્રથમ પુસ્તક અમલચંદ્ર ગણિએ વિ.સં. ૧૧૬૮માં લખ્યું. આમાં જે કાંઈ અનુચિત હોય તેની આચાર્યોએ ક્ષમા આપવી અને એને સુધારી લેવું.”
- દેવભદ્રીય પાર્શ્વનાથ ચરિત્રની પ્રશસ્તિનું અવતરણ. આ ઉપરાંત સંવેગરંગશાળા ગ્રન્થની પશ્ચિકા પણ જોવા જેવી છે તે આ પ્રમાણે છે:
“શ્રીમદ્ જિનચંદ્રસૂરિએ રચેલી અને તેમના શિષ્ય પ્રસન્નચન્દ્રસુરિની અભ્યર્થનાથી ગુણચંદ્રમણિથી પરિષ્કાર પામેલી તેમજ જિનવલ્લભગણિથી સંશોધિત થયેલી સંવેગરંગશાળા આરાધના સમાપ્ત થઈ.”
આ ત્રણે પ્રશસ્તિઓ તથા સંવેગરંગશાળા ગ્રન્થની પુષ્પિકા ઉપરથી ફલિત થાય છે કે આ ગ્રન્થના રચયિતા જિનચંદ્રસૂરિ છે. તેઓ વજસ્વામીની પરંપરામાં થયેલ બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. આ ગ્રન્થની રચના કર્યા પછી તેમના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના કહેવાથી સુમતિવાચકના શિષ્ય શ્રી ગુણચંદ્રગણિએ (આચાર્ય થયા પછી દેવભદ્રસૂરિ નામ) એને સંસ્કારયુક્ત બનાવી અથતિ સુધારો વધારો કરી સંકલિત કરી અને જિનવલ્લભગણિએ તેનું સંશોધન કર્યું.
જૈન સાહિત્યના ઈતિહાસમાં મોહનલાલ દલિચંદ દેસાઈએ આ ગ્રંથના રચયિતા તરીકે દેવભદ્રસૂરિનો નિર્દેશ કર્યો છે. તે ઉપરની પ્રશસ્તિઓથી બિનપાયાદાર ઠરે છે.
ગ્રન્થવરજી:
મહસેન રાજા ભગવાન મહાવીરદેવના સ્વહસ્તે દીક્ષિત થયેલા રાજર્ષિ હતા. તેમણે ભગવાન મહાવીર પરમાત્માનું નિવણ સાંભળ્યું. આથી તેમને અંતિમ સમયે વિશેષ આરાધના કરવાનો મનોરથ ઉત્પન્ન થયો. તેમણે ગણધર મહારાજા શ્રી ગૌતમસ્વામીજીને વિશેષ આરાધના કઈ રીતે કરવી તે માટે પૂછયું. તેના જવાબમાં મહસેન રાજર્ષિને ઉદેશીને, ચતુર્વિધ સંઘ સામાન્ય તેમજ વિશેષ આરાધના કઈ રીતે કરી શકે તે વિષયનું નિરૂપણ શ્રી ગૌતમસ્વામીજી કરે છે. તે આરાધનાનો અધિકાર ગ્રન્થકાર મહર્ષિ જિનચન્દ્રસૂરિ મહારાજા સંવેગરંગશાળામાં પોતાના લઘુ ગુરુબંધુ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજાની વિનંતીથી વર્ણવે છે.
આમાં સામાન્ય-વિશેષરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના ચાર સ્કંધ રૂપે સાધુ ભગવંતો તથા ગૃહસ્થોશ્રાવકોના દષ્ટાન્તોપૂર્વક વર્ણવી છે. ત્યાર બાદ મોક્ષનગરમાં પ્રવેશ કરવામાં કારણરૂપ વિશેષ આરાધનાનાં ચાર મૂળદ્વારો આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે.
(૧) પરિક્રર્મવિધિ (૨) પરાણસંક્રમણ (૩) મમત્વવિચ્છેદ (૪) સમાધિલાભ
૧. પહેલા પરિકર્મવિધિદારના ૧૫ પેટાદારો નીચે મુજબ છે. ૧. અરિહ દ્વાર:
અરિહ એટલે યોગ્ય આરાધનાને લાયક કોણ થઈ શકે તેનું વર્ણન કરી ગૃહસ્થમાં વંકચૂલનું
અને સાધુમાં ચિલાતીપુત્રનું દષ્ટાન્ન આપ્યું છે. ૨. લિંગ ધાર:
ગૃહસ્થ માટે તેમજ સાધુ માટે આરાધનામાં ઉપયોગી વેષ-પહેરવેશનું વર્ણન કર્યું છે. સાધુને મહપત્તિ, રજોહરણ, શરીરને કાર્યોત્સર્ગદ્વારા વોસિરાવવું, અચેલપણું તથા કેશલોચનું સ્વરૂપ જણાવી લિંગયુક્ત તથા ગુણયુક્ત હોવા છતાં ગુરુ ઉપર દ્વેષ કરનાર આરાધક બનતો
નથી. આ વિષય પર ફૂલવાલક મુનિનું દષ્ટાત વર્ણવ્યું છે.. 3. શિક્ષાલાર :
સાધુ અને શ્રાવકને ઉદ્દેશીને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દષ્ટાન્તો સાથે આપી છે. બન્ને શિક્ષાઓનું પરસ્પર સાપેક્ષપણું, મોક્ષ માટે તેની સાધના, શ્રાવકની સવારમાં ઉઠતા ભાવવાની
ભાવના, દિનકૃત્ય તથા શ્રાવકના ગુણોનું વિવેચન છે. ૪. વિનચક્કાર:
વિનયનું મહત્ત્વ દષ્ટાન્તો સાથે વર્ણવ્યું છે. ૫. સમાધિલાર:
સમાધિના પ્રકારો, તેનું સ્વરૂપ, સમાધિનું માહાભ્ય નમિરાજર્ષિના દષ્ટાન્તપૂર્વક વર્ણવવામાં
આવ્યું છે. ૬. મનોઝનુશાક્તિ દાર:- મનને વસુદત્તના દષ્ટાન્તપૂર્વક શિખામણ આપવામાં આવી છે. ૭. અનિયતવિહાર ાર :- અનિચતવિહારનું સ્વરૂપ તથા તેનો વિધિ વર્ણવવામાં આવ્યો છે. ૮. રાજ દાર:
આ રાજાને આશ્રયીને અનિયતવિહાર દ્વાર છે. સ્વરાજ્યમાં તીર્થ-દર્શનથી લોકો ધર્મની પ્રશંસા કરે. તેઓને ધર્મની પ્રાપ્તિ, ભવના સ્વરૂપનું ચિંતન, દેવગુરુ આદિ ધર્મ-સામગ્રીની દુર્લભતાનો ખ્યાલ, ઉત્તમ મનોરથો, પતિને વસતિદાન, આ લોક પરલોકમાં વસતિદાનના
VIII