________________ YAS - સર્વજ્ઞભગવંતો દ્વારા - પ્રમાણિત થયેલાં અને ગણધરભગવંતો દ્વારા શબ્દસ્થ બનેલાં શ્રીઆગમસત્રો એ આપણા સાધ્યગ્રંથો’ છે. સાધ્યગ્રંથોના વ્યાપક અધ્યયન દ્વારા જ જિનશાસનની શ્રમણસંસ્થા પોતાનું આત્મિક સ્વાથ્ય ટકાવી શકે અને જિનશાસનના બાહી અત્યંતર સ્વાથ્યનું રક્ષણ કરી શકે. સાધ્યગ્રંથોની મંઝિલ સુધી પહોંચવા માટે સાધનગ્રંથોનું પણ સૂક્ષ્મણિકાપૂર્વકનું - અધ્યયન કરવું પડે છે. (1) વ્યાકરણવિષયક ગ્રંથો.. (2) કાવ્યવિષયક ગ્રંથો (3) પ્રાચીન નવ્યન્યાયના ગ્રંથો.. (4) અને ઇતરદાર્શનિક ગ્રંથો... - આ બધાય ગ્રંથો - આપણા માટે સાધન ગ્રંથો છે. જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ ધરાવનારા પન્યાત્માઓ ઉપર્યુક્ત સાધનગ્રંથોના ઉંડા અભ્યાસ દ્વારા પોતાની મતિને ખૂબ તીક્ષ્ણ બનાવી દે છે અને એ પછી તીક્ષ્ણ બનેલી એમની વિશિષ્ટ કક્ષાની મતિ સાધ્યગ્રંથોના પેટાળ સુધી પહોંચી એના રહસ્યોને સુગમ રીતે - વિવેચી શકવામાં સફળ બને છે. પૂજ્યપાદ, મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મહારાજના સમ્યગ ઉપદેશને ઝીલી લઇ જ્ઞાનદ્રવ્યની રાશિનો સદ્વ્યય કરી - અત્રે અમે એક સાધનગ્રંથનું પ્રકાશન કર્યું છે. સંસ્કૃત સાહિત્યના પાંચ મહાકાવ્યોમાં જેની ગણના થાય છે. એવા ‘જાદશ્વરી મહાકાવ્ય ઉપર જૈન ઉપાધ્યાય ગુગલ દ્વારા વિનિર્મિત બનેલી | બૃહત્કાય ટીકાનું આ નવતર પ્રકાશન ચતુર્વિધ શ્રી સંધ સમક્ષ પ્રસ્તુત કરીને - હર્ષ-ઉન્મેષ અને રોમાંચની લાગણી અનુભવીએ છીએ. - કુસુમ અમૃત ટ્રસ્ટ - શાંતિનગર, અલકાપુરી, વાપી (વેસ્ટ) - 396191. Se) Tejas Printers (AMRELEASYA (GYA ) 2000its: 53