________________
છે. પ્રકાશકીય
જ્ઞાનપદ ભજીયે, જગત સુહંક... બહુમુખી પ્રતિભાસંપન્ન અનેક શ્રમણ-શ્રમણીઓ સમયે-સમયે જિનશાસનને મળતા રહ્યાં છે. તેમણે તપ-જપ-સાધના-જ્ઞાન-પ્રવચન-તર્ક વગેરેમાંથી શાસનપ્રભાવનાના કોઈક એક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા કે સામર્થ્યના બળે ખૂબ-ખૂબ પ્રગતિ કરી અન્ય દર્શનની વચ્ચે જિનશાસનની આગવી ઓળખ ઉભી કરી. તેમાના જ એક સાહિત્યક્ષેત્ર ઉપર કૃતિકૃતિકારનો ભેદ રાખ્યા વગર ન્યાય-વ્યાકરણ-કોષ-છંદ-કાવ્ય-નાટક વગેરેના અનેક આકરગ્રંથો ઉપર તેમણે ટીકાગ્રંથોનું નિર્માણ કર્યું છે.
પૂજ્યાચાર્ય શ્રી જિનવલ્લભસૂરિજી રચિત આવા જ એક ‘પ્રશ્નોત્તર વષષ્ટિશવ-વાવ્યમ્' નામના ગ્રંથનું મહો. પુણ્યસાગરજી કૃત ટીકા સહિત પ્રકાશન પૂ. શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદયઅશોકચંદ્રસૂરિજી મ.ના શિષ્ય પૂ.આ. શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ.ની પ્રેરણા અને મહો. વિનયસાગરજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે જે . ખરેખર આનંદપ્રદ છે.
શ્રી વિલેપાર્લે જે.મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, પાર્લાના સંઘે આ પ્રકાશનકાર્યમાં સહયોગ આપી અધૂત શ્રુતભક્તિ કરી છે.
પૂજ્યશ્રી દ્વારા પ્રાપ્ત થતા આવા જગતસુહંકર શ્રુતપદભક્તિના અવસર પ્રસંગે અમે તત્પર રહીએ એ જ ભાવના સહ..
લી. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત એમ.એસ.પી.એસ.જી. ચેરિટેબલ ટ્રસ્ટ, જયપુર