________________
સ્યાદવાદ
૨૪૧
પિતાને ઉપયોગ લગાડી રહ્યો હોય એ સમયે એ અહ“ત * છે. આ આગમભાવનિક્ષેપ થયો. જે સમયે એમાં અહતના
તમામ ગુણે પ્રકટ થઈ ગયા હોય એ સમયે એને અહંત કહે તથા એ ગુણોથી યુકત થઈ ધ્યાન કરનારને કેવળજ્ઞાની કહે એ આગમભાવનિક્ષેપ કહેવાય.
૪૩. સમાપન ૭૪૫. આ પ્રમાણેને આ હિતોપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી
તથા અનુત્તરજ્ઞાનદર્શનને ધારણ કરેલા છે જેણે એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે વિશાલા નગરીમાં દીધા હતા.
૭૪૬. સર્વદશી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે સામાયિક વગેરેને
ઉપદેશ દીધો હતો પરંતુ જીવે એને સાંભળે નહિ અથવા સાંભળીને એનું સમ્યક્ આચરણ કર્યું નહિ.
૭૪૭-૭૪૮. જે આત્માને જાણે છે, લોકને જાણે છે, આગતિ અને
. અનાગતિને જાણે છે, શાશ્વત-અશાશ્વત, જન્મ-મરણ, ચયન . અને ઉપપાદને જાણે છે, આસવ અને સંવરને જાણે છે, " દુઃખ અને નિર્જરાને જાણે છે એ જ કિયાવાદનું અર્થાત
સમ્યફ આચાર વિચારનું કથન કરી શકે છે.
૭૪૯ જે મને પહેલાં કદિ પ્રાપ્ત થયું નોતું એ અમૃતમય સુભાષિત
જિનવચન આજ મને પ્રાપ્ત થયું છે અને તે પ્રમાણે મેં સુગતિને માર્ગ સ્વીકાર્યો છે. એટલા માટે હવે મને મરણને કઈ ભય નથી.
૧૬