SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૫૧ ૪૭૩. પથારી, ઘર, બેઠક તથા પ્રતિલેખનથી ઉપકૃત સાધુપુરુષની આહાર, ઔષધિ, વાચના, મળ-મૂત્ર વિસર્જન તથા વંદના વગેરે દ્વારા સેવા-શુશ્રષા કરવી તેને વૈયાવૃત્ય તપ કહે છે. ૪૭૪. માર્ગમાં ચાલવાથી જે થાકી ગયા છે, ચોર, હિંસક પશુ, રાજા વગેરે દ્વારા જે વ્યથિત થયા છે, નદીની રૂકાવટ, મરકી, રોગ અને દુકાળથી જે પીડા પામેલા છે તેમની સારસંભાળ અને રક્ષા કરવી તેને વિયાવૃત્ય કહે છે. ૪૭૫. સ્વાધ્યાય ત૫ પાંચ પ્રકારનું છે ? વાંચેલું ફેરવી જવું, વંચાવવું, પ્રશ્નો પૂછવા, વિચારણું અને સ્તુતિ – મંગલપૂર્વક ધર્મકથા. ૪૭૬. આદર-સત્કારની આશા છોડી દઈને, કર્મરૂપી મેલ જોવા માટે ભક્તિપૂર્વક જે જિનશાસ્ત્રોને ભણે છે તેનું શ્રુતજ્ઞાન પિતાને તથા બીજાને માટે સુખકારી છે. * ૪૭૭. સ્વાધ્યાયી અર્થાત્ શાસ્ત્રોનો જ્ઞાતા સાધુ પાંચ ઇંદ્રિયોથી સંવૃત, ત્રણ ગુપ્તિઓથી યુક્ત, વિનયથી સમાહિત તથા એકાગ્ર મનવાળો હોય છે. 8૭૮. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધાં કર્મોની - નિર્જરા થાય છે. નિર્જરાનું ફળ મોક્ષ છે. માટે સતત જ્ઞાનાભ્યાસ કર જોઈએ. - ૪૭૯ બાહ્ય અને અત્યંતર એમ બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય . જેવું કેઈ તપ નથી, હતું નહિ અને હશે પણ નહિ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy