________________
* શ્રી હિતોપદેશમાળા
धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा नरा धन्ना । विहिबहुमाणी धन्ना, विहिपक्खअदुसगा धन्ना ॥१६५।। સુ–સંઘ-સિલ્ય-પકુટું, સલ્વે નિત્યં હિં તાવ વ ા तस्स पडिच्छंदम्मी कयम्मि, सुकयं कयं सयलं ॥१६६॥ वेरुलिय-फलिहद्धविद्दुम-पमुक्खरयणेहिं सेल-धाऊहिं । धन्ना जियंमि कारिय-जिणपडिमा हुति अप्पडिमा॥१६७॥ अइदुल्लहं पि बोहिं, जिणपडिमा-कारिणो लहु लहति । देवाहिदेवपडिबिंब-कारओ जह सुवन्नयरो ॥१६८॥ इय सत्तसु खित्तेसुं, सुयपन्नत्तेषु वित्तबीयं जं ।
उप्पइ गिहीहिं तं भाव-सलिलसित्तं सिवफलयं ॥१६९॥ વિાંધનું મહત્ત્વ –
જેઓને વિધિને વેગ મળ્યો છે, તેઓ ધન્ય છે. જેઓ વિધિમાર્ગનું પાલન કરે છે, તેઓ પણ ધન્ય છે, જેને વિધિ પ્રત્યે બહુમાન પ્રગટયું છે, તેઓ પણ ધન્ય છે અને જેઓ વિધિ પક્ષને દૂષિત કરતા નથી, તેઓ પણ ધન્ય છે. ૧૬૫ | તીર્થકર ભગવન્તોએ શ્રુત [=દ્વાદશાંગી] સંઘ [-સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા] તીર્થ [પ્રવચન અથવા પ્રથમ ગણધર] આ બધી વસ્તુઓને પ્રવર્તાવી છે. તેથી જે તીર્થકર ભગવન્તની પ્રતિમા બનાવે છે; તેણે પણ તે સર્વેને સારી રીતે પ્રવર્તાવ્યા કહેવાય. ૧૬૬
જેઓ વડુર્ય, સ્ફટિક, વિક્રમ પરવાળા આદિ રત્નોની, પાષાણની, અને સુવર્ણાદિ ધાતુની અનુપમ પ્રતિમાઓનું નિર્માણ કરે છે, તેઓ ખરેખર આ જગતમાં ધન્ય બને છે. ૧૬૭
જેમ જિન-પ્રતિમા બનાવનાર સુવર્ણકાર (કુમારનંદિ સેની) બેધિને પાયે, તેમ જિન-પ્રતિમાને કરાવનારા અત્યન્ત દુર્લભ એવા પણ બેધિ [=સમ્યગ્રદર્શનને જલદીથી પામે છે. ૧૬૮
આ પ્રમાણે સારી રીતે શાસ્ત્રોમાં બતાવેલા સાતક્ષેત્રોમાં શ્રાવકે દ્વારા જે ધનરૂપી બીજ વાવવામાં આવે છે, અને શુભભાવરૂપી જળ વડે સીંચવામાં આવે છે, તે તેને મોક્ષ રૂપ ફળ આપનાર થાય છે. ૧૯૯૦