________________
तिरि हिओवएसमाला
ता भावुवयारकर, सिरिभरहाइहिं सयमिहाइन्न । विहिणा कारवण, चेइयाण सिकारण बिति ॥१६१॥ उद्धरण पुण जिन्नाण, जिणहराण विसेसओ होइ । इह-परलोय-सुहयरं, जह वग्गुरसड्ढिणो तस्स ॥१६२॥ निम्मविए जिणभवणे, जिणबिंब तत्थ ठावए मइमं । आणंद-संदिरच्छाहत्थं, पिच्छंति जं भव्वा ॥१६३॥ विहिणा तं निम्माणं, विहिणा कारिज तप्पइट्ठाण । विहिपूयाइविहाणं, विहिणा थुइथुत्तपणिहाणं ॥१६॥ સમ્યગૂ દર્શનાદિરૂપ ભાવ ઉપકાર કરનારાં જિનમંદિરનું નિર્માણ કાર્ય શ્રી ભરત મહારાજા વગેરેએ પણ કર્યું છે. તેથીજ વિધિપૂર્વક જિન મંદિર બનાવવું એ મોક્ષનું કારણ છે એમ પૂર્વમુનિઓ કહે છે. ૧૬૧
જીર્ણશીર્ણ થયેલા જિનમંદિરનો ઉદ્ધાર કરે; એ નવા મંદિરે બનાવવા કરતા પણ વિશેષ કરીને આ લોક અને પરલોકમાં સુખ કરનાર થાય છે. આ વિષયમાં વન્ગર શ્રેષ્ઠીનું દષ્ટાન્ત છે. જેણે જિનમંદિરોના જિર્ણોદ્ધાર કરાવી, આલોક અને પરલેકના પરમ સુખને પ્રાપ્ત કર્યું. ૧૬૨
જિનમંદિરનું નિર્માણ કર્યા બાદ તેમાં મતિમાનું શ્રાવકે મહામહત્સવ પૂર્વક જિનબિમ્બનું સ્થાપન કરવું જોઈએ. કે–જેથી કરીને ભવ્ય આનંદાશ્રથી સભર નયનવાળા બની તે જિનબિંબનાં દર્શન કરે. ૧૬૩ વિધિની અનિવાર્યતા :
જિનબિંબનું નિર્માણ વિધિપૂર્વક કરવું જોઈએ, જિનબિમ્બની પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરવી જોઈએ, તેની પૂજા પણ વિધિથી કરવી જોઈએ અને તેની સ્તુતિ[=પ્રણિપાત દંડક, નાસ્તિવકૃતસ્તવાદિ સ્તોત્ર[ભક્તામરાદિ] પ્રણિધાન[=પિંડસ્થ, પદસ્થ, અને રૂપાતીતાવસ્થાનું ધ્યાન : પણ વિધિપૂર્વક કરવું જોઈએ. ૧૬૪