________________
શ્રી હિતેન્દરામાળા
कुणइ वयं धणहेउ, धणस्स कणिउ वि आगमं नाउं । इय संजमस्स वि वउ, तस्सेवट्ठा न दोसाय ॥१५७॥ संतंमि जिणाययणे, वंदणवडिया मुणीण धम्मकहा । भद्दगबोही-सम्मत्तसुद्धि-विरईदुगाइगुणा ॥१५८॥ इक्कस्स वि ताव जियस्स, भवदुहाओ विमोयण धम्मो । किं पुण तत्तियमित्ताण, भव्यजीवाण जं भणियं ॥१५९॥ "सयलंमि वि जियलोए, तेण इह घोसिओ अमाघाओ। इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥१६०॥
જેમ વણીક પણ વધુ ધનને લાભ થતું હોય તે તેના માટે અલ્પધનનો વ્યય કરે છે. તેમ સંયમના પાલન માટે તેમજ સંયમની વૃદ્ધિ માટે (ગીતાર્થે) કરેલું અસંયમનું સેવન પણ દેષ માટે થતું નથી.
તેમ આરંભ-સમારંભના દોષવાળું પણ જિનમંદિરનું નિર્માણ દેષ માટે થતું નથી. પરંતુ સમ્યગુ દર્શનાદિ ગુણો માટે થાય છે. ૧૫૭ જિનમંદિરના નિર્માણને લાભ:
જિનમંદિરથી સમ્યગૂ દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ જે રીતે થાય છે તે બતાવે છે
જે નગરમાં જિનમંદિર હોય ત્યાં મુનિએ દર્શન-વંદનાર્થે આવે છે, દર્શનવંદન કર્યા બાદ એકત્રિત થયેલા શ્રાવકને ધર્મદેશના આપે છે. આ ધર્મોપદેશ સાંભળી. તેમાંથી કેટલાક જ ભદ્રિક પરિણામી બને છે, કેટલાક સમ્યગુદર્શન પામે છે, કેટલાકને સમ્યગદર્શનની શદ્ધિ થાય છે, કેટલાક દેશવિરતિ અને કેટલાક સર્વવિરતિ ગુણને પામે છે. ૧૫૮
જે એક પણ જીવને ભવદુઃખથી છોડાવ એ મહાન ધર્મકાર્ય છે, તે પછી ભદ્રિક-પરિણામી આદિ બનનારા અનેક પ્રાણીઓને ભવદુઃખથી મુકાવવા તે કેટલું મહાન કાર્ય ગણાય ? જે માટે કહ્યું છે કે –
ભવદુઃખથી પીડાતા એક જીવને પણ જે જિનવચનને બોધ પમાડે છે, તેણે ખરેખર સકલ જીવ લોકમાં અમારીને પડહ વગાડ્યો છે ૧૫૯-૧૬૦