________________
सिरि हिओवएसमाला
૩૧
सम्मत्तधरो सड्ढो, सविसेसं बोहिसोहणसयन्हो । कारेइ जिणाययणं, निइविड्ढत्तेण वित्तेण ॥१५३॥ अहिगारी जं एसो, दोसो पुण अणहिगारिणो नियमा । आणाभंगाईओ दुरंतभवभमणपेरंतो ॥१५४॥ नणु जिणभवणाणमिहं, महयारंभेण होइ निम्माणं । आरंभे कह णु दया ?, जिणाधम्मो पुण दयामूलो ॥१५५॥ सच्चं होइ विमद्दो, पुढवाईणं धुवो समारंभे ।
किंतु बुहा गुरुलाभे, कज्जे सज्जति जं भणियं ॥१५६॥ ૬ જિનમંદિર:
સમ્યગદષ્ટિ શ્રાવક વિશેષ પ્રકારે પોતાના સમ્યગદર્શનની શુદ્ધિ કરવા માટે નીતિ પૂર્વક ઉપાર્જન કરેલા ધનવડે જિનમંદિર બંધાવે. ૧૫૩
કેમકે જિનમંદિર બંધાવવા સમ્યગદષ્ટિ શ્રાવક અધિકારી છે. [સાધુ જિનમંદિર બંધાવવા અધિકારી નથી.] અનધિકારી એવા સાધુ મંદિર બંધાવે તો તેને અપાર ભવ-ભ્રમણ કરાવનાર જિનાજ્ઞા ભંગાદિના દે લાગે. [સાધુ તો ભાવપૂજાને અધિકારી છે એમ અરિહંત દેવાધિદેવે કહ્યું છે] ૧૫૪
શંકાકાર કહે છે કે
જિનમંદિરનું નિર્માણ મોટા આરંભથી થાય છે, આરંભમાં તે જીવોની હિંસા થયા વગર રહેતી નથી. ત્યાં જીવોની દયા કઈ રીતે થઈ શકે ? અને જિનધર્મનું મૂલ તે દયા છે. ૧૫૫
ગ્રન્થકાર કહે છે કે –
જિનમંદિરના નિર્માણમાં આરંભ સમારંભ હોવાથી અવશ્ય પૃથ્વીકાયાદિ જીવોની હિંસા થાય છે; તો પણ જિનમંદિરના નિર્માણમાં થતે જીવહિંસાને દેષ અલ્પ છે. જ્યારે સમ્યગદર્શનાદિ ગુણની પ્રાપ્તિને લાભ વધુ છે, માટે પંડિત પુરૂષે વિશિષ્ટ લાભને જોઈને જિનમંદિરાદિના નિર્માણમાં પ્રવૃત્ત થાય છે. માટે કહ્યું છે કે–૧૫૬