________________
सिरि हिओवएसमाला
दाणगुणसंगओ वि हू, गरुयारम्भो वि भद्दजाई वि । सीलेण सोहइ नरो, करिव्व कमपीवरकरेण ॥१७०।। सीलं अबभ-चाओ, नाओ व चरणहरिणरायस्स । पसरइ जस्स मणवणे, न हणइ तं मयणमायंगो ।।१७१॥ सीलं सुहतरुमूलं, सीलं नालं व नाणनलिणस्स । सीलं धम्महमूलं, सीलं सालो वयपुरस्स ॥१७२॥ बाहाहि जलहितरणं, हुयवह-जालोलि-कवलणं तह य । असिधारा-चंकमणं, तुलाइ सुरसेल-तुलणं च ॥१७३॥ अन्नं पि दुक्करं जं, ते पि हु सुकरं कयाइ कस्सा वि । पालणमिक चिय, निक्कलंक-सीलस्स न हु सुकरं ॥१७४॥ હાથી પણ જેમ ક્રમથી પુષ્ટ થયેલ શુઢ વડે શોભે છે; તેમ દાન ગુણથી યુક્ત ગુરૂતરારંભવાળા [ નિષ્કલંક કુલમાં જન્મેલાં માન પણ શીલગુણથી શોભે છે. ૧૭૦
શલ એ અબ્રહ્મના ત્યાગ મિથુનના વર્જન] રૂ૫ છે. અને શીલ એજ ચારિત્રરૂપ છે. એ ચારિત્ર રૂપી સિંહને નાદ જેના મનોવનમાં પ્રસરી રહ્યો છે, તેને કામરૂપી હાથી હણી શકતો નથી. ૧૭૧
શીલ એ સુખરૂપી વૃક્ષનું મૂલ છે, શીલ એ જ્ઞાનરૂપી કમળનું નાળ છે, શીલ એ ધર્મનું મૂળ છે અને શીલ એ વ્રત રૂપી નગરને કિલ્લો છે. ૧૭૨ શીલપાલનની દુષ્કરતા –
બાહ વડે સમુદ્ર તરો, અગ્નિ-જવાલાઓની શ્રેણીનો કળી કરે, તલવારની ધાર ઉપર ચાલવું, ત્રાવાથી મેરૂ પર્વતને તળવે અને લોઢાના ચણા ચાવવા વિગેરે જે જે કાર્યો દુષ્કર છે; એ સર્વ કાર્યો કેઈવાર કોઈ આત્માને માટે સુકર બની જાય, પરંતુ નિષ્કલંક પણે એક શીલનું પાલન કરવું એ સહેલું નથી. ૧૭૩-૧૭૪