________________
सिरि हिओएसमाला
૨૯
अह तेसि वयणपंकयमयरंदसमं नमंतसीसेहिं । चउदसपुव्वधरेहिं, जमहियमहीणमेहेहिं ॥१४॥ तत्तो दसपुव्वधराइएहिं कमहियमाणपन्नेहिं । गीयत्थगणहरेहिं, जं पावियमित्तिय समयं ॥१४४॥ तस्स सुंयस्स य भगवओ, तविह मेहाविपत्तविरहाओ । पाएण दूसमाए, आहारो पुत्थया चेव ॥१४५॥ तम्हा जिणिंदसमयं, भत्तीए पुत्थएसु लेहेइ । अव्वुच्छित्तिनिमित्तं, सत्ताणमणुग्गहत्थं च ॥१४६॥ जिणमयपयमित्तं पि हु, पीयं पीऊसमिव जओ हरइ । मिच्छाविस मिहनायं, रोहिणीय--चिलाइपुत्ताई ॥१४७॥
- ત્યારબાદ વિનયથી નતમસ્તકવાળા બનેલા અને પરિપૂર્ણ બુદ્ધિને ધારણ કરનાર ચૌદ પૂર્વ ધરોએ, ગણધર ભગવન્તના મુખરૂપી કમળના મકરંદ (રસ) સમાન એવા જિનાગમનું અધ્યયન કર્યું છે. ૧૪૩ છે. ત્યાર પછી ક્રમે કરી ઘટતી જતી બુદ્ધિને ધારણ કરનારા દશપૂર્વધર વાસ્વામી વગેરે ગીતાર્થ આચાર્યો વડે આ જિનાગમ પ્રાપ્ત કરાયું છે. ૧૪૪
- દુઃષમકાળના પ્રભાવે સંઘયણ–બલાદિ હીન થવાના કારણે તથાપ્રકારની પદાનુસારી વગેરે પ્રજ્ઞાનો વિરછેદ થવાથી કેવળ ગુરૂ-મુખેથી જિનાગને ગ્રહણ કરનારા સાધુ રૂપ પાત્ર ન મળવાના કારણે આ જિના ગમે પુસ્તકારૂઢ થયાં અને એથી જ એ જિનાગમનાં પુસ્તકો ખરેખર આ દુષમા કાળમાં પદાનુસારી વગેરે પ્રજ્ઞા વગરના સાધુઓ માટે આધારભૂત છે. ૧૫
તે કારણે જિનાગમની અમ્યુરિચ્છત્તિ કરવા માટે (પરંપરા અખંડિત રાખવા માટે) તથા જીના અનુગ્રહ-ઉપકાર માટે જિનાગને શ્રાવકે ભક્તિથી પુસ્તકમાં લખાવે છે. ૧૪૬ - પીધેલું અમૃત જેમ હલાહલ વિષનો નાશ કરે છે, તેમ જિનાગમનું એક પદ પણ મિથ્યાત્વરૂપી વિષનું નાશ કરનાર બને છે અને આ વિષયમાં શહિણી ચેર અને ચિલાતિપુત્ર વગેરે દષ્ટાન્તરૂપ છે. ૧૪૭