________________
૨૮
શ્રી હિનાપદેશમા
जम्हा सुलहा नियकज्जसिद्धिसंबंध धुणो भुवणे । જુઠ્ઠા ૩ ધમ્મસવ ધ વધુ વધવા અળિય રૂા तम्हा समाणधम्माण, वच्छलत्तेण धम्मवच्छल्लं । तंमि य पुण वच्छल्लं, अतुल्लकल्लाणकुलभवणं ॥ १३९ ॥ भणिय खित्तचउक्कं, पंचमखित्तं जिणागमं भणिमो ! केवलिदिट्ठे भावे, जो पयडर दूसमा वि ॥ १४०॥ उम्मीलिय केवलनाणमुणिय तिहुअणगयत्थसत्थेहिं । तिवईदारेण जिणेहिं अत्थओ जं किलक्खायं ॥ १४१ ॥ भुवणन्भुयबुद्धिधरेहि, गणहरिदेहिं जं च गहिऊण । सुत्तत्तेण निबद्ध जिणपवयणवुढिकामेहिं ॥ १४२ ॥
જે કારણથી આ જગતમાં પેાતાના સ્વાર્થની સિદ્ધિમાત્રથી સમ્બન્ધ કરનારા સ્વજને મળવા સુલભ છે, પરંતુ ધર્મના સમ્બન્ધથી મનેાહર સ્વજના (સાધમિકા) મળવા અત્યન્ત દુર્લભ છે. ૧૩૮
તેથી કરીને જ સામિ કાનુ` વાત્સલ્ય કરવા દ્વારા ધર્મનું વાત્સલ્ય થાય છે, અને એ ધર્મનું વાત્સલ્ય નિરૂપમ કાટીના કલ્યાણાનું કુલભવન= કારણ છે. ૧૩૯
આ પ્રમાણે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારનુ` ક્ષેત્ર કહ્યું. હવે પાંચમા જિનાગમ નામના ક્ષેત્રનું કથન કરીએ છીએ કે જે દુષમકાલમાં પણ કેવલી દૃષ્ટ ભાવાને પ્રગટ કરે છે. ૧૪૦ ૫-જિનાગમ:
પ્રગટ થયેલાં કેવલજ્ઞાનવડે ત્રણે જગતમાં રહેલા પદાર્થોના સમૂહને જાણનારા શ્રી જિનેશ્વર ભગવન્તાએ ત્રિપદી દ્વારા અર્થથી જે આગમનુ કથન કર્યું છે અને જિનપ્રવચનની વૃદ્ધિ કરવાની કામનાવાળા; ત્રણે ભુવનમાં અદ્ભુત બુદ્ધિને ધારણ કરનારા ગણધર ભગવન્તાએ અ રૂપે ગ્રહણ કરીને જે દ્વાદશાંગી રૂપ તે જિનાગમની સૂત્ર રૂપે રચના કરી છે. ૧૪૧–૧૪૨