________________
*
શ્રી હિતોપદેશમાળા
अट्ठप्पवयणमायाणुगयं सुत्तं जहन्नओ पढइ । उक्कोसेणं छज्जीवणिं, तु जइवयकउज्जोगो ॥१०९॥ पिंडेसणअज्झयणं, सुणइ परं अत्थओ गुरुसयासे । सेससुयस्स न सड्ढो, अक्खंडरूवस्स अहिगारी ॥११०॥ न य तत्तियमित्तेणं, उत्ताणो कुणइ देसणाइयं । गुरु निरविक्खो होउ, जम्हा सुत्ते निसिद्धमिणं ॥१११॥ किं इत्तो कट्ठयर, सम्म अणहिगयसमयसभावो । अन्नं कुदेसणाए, कट्ठ यरागंमि पाडेइ ॥११२॥ भवसयसहस्समहणो, विबोहओ भवियपुंडरीयाणं । धम्मो जिणपन्नत्तो, पकप्पजइणा. कहेयव्यो ॥११३॥ જઘન્યથી અષ્ટપ્રવચન માતાના વર્ણનથી યુક્ત એવા સૂત્રને ભણે અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિક સૂત્રના ષ જીર્વનિકાય અધ્યયન સુધી ભણે તે પણ બધા શ્રાવક નહી, પણ જે સાધુઓનાં વ્રતો લેવા માટે પ્રયત્નશીલ બન્યા હોય તે જ. ૧૦૯
ત્યાર પછી ગુરૂ પાસે પિંડેષણ અધ્યયનને અર્થથી સાંભળે પણ સૂત્રથી ભણે નહીં. અખંડ સ્વરૂપ વાળા (પૂર્વાપર અનુસંધાનથી મનહર) શેષ શ્રુતને અભ્યાસ કરવા માટે આવક અધિકારી નથી. ૧૧૦ -
ગુરૂકુલવાસમાં રહીને સૂત્રનો અર્થ લેશમાત્ર જાણવાથી ગર્વિત બનેલા સાધુએ ગુરૂથી નિરપેક્ષ બની દેશનાદિની પ્રવૃત્તિ ન કરવી જોઈએ કારણ કે-શાસ્ત્રમાં તેનો નિષેધ કર્યો છે. ૧૧૧ તે આ પ્રમાણે–
સમ્યગ રીતે શાસ્ત્રના રહસ્યને નહીં જાણનાર સાધુઓ કુદેશના કરવા દ્વારા બીજા માણસને અત્યન્ત કષ્ટમાં (ભવાટવીમાં) પાડે છે એના જેવી બીજી કઈ ખેદની વાત છે ?. ૧૧૨. - લાખ ભને નાશ કરનાર અને ભવ્ય જીવો રૂપી પુંડરીક કમળને વિશેષ કરીને પ્રબોધ કરનાર જિનપ્રણીત ધર્મ પ્રકલ્પતિ (નિશીથાદિ ગ્રન્થોના અભ્યાસી સાધુ) એ કહેવું જોઈએ અર્થાત્ જિનકથિત ધર્મનો