________________
सिरि हिओवएसमाला
૨૩
जं पुण पढइ सुणेई, जणस्स धम्म कहेइ इच्चाई । तं पच्छागडविसयं, तेण वि जइ तं पुराहीयं ॥११४॥ तम्हा मणसा वि सुयस्स, सुयहराणं कुणइ नावन्नं । जं पज्जंतदुरंता, मासतुसस्सेव सा होइ ॥११५॥ तुरियं तु भत्तिदाणं, तं पुण पत्तेसु चेव दिज्जतं । होइ सिवसुक्खफलय, पत्ताणि य सत्तखित्ताणि ॥११६॥ चाउचनो संघो, जिणागमो जिणहरं च जिणबिंब ॥
एएसु वित्तबीय, नियं कुटुंबीहिं वृत्तव्वं ॥११७॥ ઉપદેશ દેવાને અધિકાર નિશીથાદિ ઉત્સર્ગ–અપવાદના વિવેચન ગ્રન્થના અત્યાસી સાધુનો જ છે. અન્યને નહીં'. ૧૧૩ | ઉપદેશમાળા ગ્રન્થમાં ધર્મદાસ ગણિએ શ્રાવકજનની સ્થિતિનું (મર્યાદાનું) વર્ણન કરતાં એમ કહ્યું છે કે-શ્રાવક ધમને ઉપદેશ આપે અને તમે અહિ એમ કહે છે કે પ્રકલ્પમતિએ ધર્મને ઉપદેશ આપ જોઈએ તો આ બે વાતનો મેળ શી રીતે જામે ? એવા શંકાકારના પ્રશ્નના ઉત્તરમાં ગ્રન્થકાર જણાવે છે કે –
“ભણે, સાંભળે, અને ધર્મનો ઉપદેશ આપે” ઈત્યાદિ ધર્મદાસગણિનું જે વચન છે, તે પશ્ચાત્કૃત (સાધુપણાથી પતિત થયેલા) શ્રાવકને લગતું છે. સાધુધર્મથી પતિત થયેલ પણ શ્રાવક સાધુપણામાં ગુરૂ પાસેથી જે ભર્યો હોય તેને જ ઉપદેશ આપે પણ પોતાની મતિકલ્પનાથી ઉપદેશ ન આપે ૧૧૪.
તેથી કરીને મનથી પણ શ્રત કે શ્રતધરની અવજ્ઞા ન કરવી જોઈએ કેમકે એ અવજ્ઞા ઘેરાતિઘોર દુઃખને આપનારી થાય છે. જેમ માસતુષ મુનિને થઈ. ૧૧૫ ૪. ભક્તિદાન –
ચોથું ભક્તિદાન તેને કહેવાય, કે-જે પાત્રમાં આપવામાં આવે અને શિવસુખ આપનાર બને; તે પાત્ર સાત ક્ષેત્રો રૂપ છે. ૧૧૬
ચતુર્વિધ સંઘ, જિનાગમ, જિનમંદિર, જિનબિંબ આ સાતક્ષેત્ર છે. એમાં આ સાતે ય ક્ષેત્રમાં પિતાના ધનરૂપી બીજની કુટુંબીઓ પાસે વાવણી કરાવવી જોઈએ. ૧૧૭