________________
શ્રી હિતેપરમાળા
उन्भडदंभोलिबलावलेवअवगणियदित्तदणुवइणो । अप्पडिमप्पभावा कप्पसामिणो जौं च सीसंति ॥३६॥ समसमयससंभमभमिरनमिरसुररायपणयपयकमला । वरनाणमहोअहिणो, जं जाया केइ जयगुरुणो ॥३७॥ अन्नं पि हु ज किंपी, भुवणच्छरयकरं परं लोए । सव्वं चिय चिरसंचियगुणाण तं मुणह माहप्पं ॥३८॥ पूयं पावंति अचेयणा वि, पसुणो वि गोरखमुविति । जं सुगुणपरिग्गहिया, ता भयह गुणे इमे ते य ॥३९॥ दाणं-१ सीलं च-२ तवो-३ भावो-४ विणओ-५ परोक्यारो-६। उचियाचरणं च-७ तहा, देसाइविरुद्धपरिहारो-८ ॥४०॥ अत्तुक्करिस-९ कयग्घत्त-१०, अमिनिवेसाण वज्जणं तहय-११।। इय एसो गुणनिवहो, सम्मत्तथिरत्तणं कुणइ ॥४१॥
પ્રચંડ વજા અને બલના અભિમાન વડે રાક્ષસપતિઓનો પણ તિરસ્કાર કરનારા અને શાસ્ત્રમાં નિષ્પતિમ પ્રભાવવાળા જે ઈન્દ્રો કહેવાયા છે.
આ જગત્પતિ (અરિહંતાદિની ભક્તિ કરવામાં અમે શું શું કરી લઈએ.? એ પ્રમાણેના હર્ષ થી ચંચળ બનેલા અને સંભ્રમવશ એક સાથે નમ્ર બનેલા ઈન્દ્રો જેમના ચરણ કમળને નમ્યા છે તથા જેઓ જ્ઞાનના શ્રેષ્ઠ સાગર બન્યા છે એવા જે કઈ જગદગુરૂ (અરિહંતાદિ) થયા છે.
બીજુ પણ જે કાંઈ લોકમાં ઉત્કૃષ્ટ રીતે ભુવનને વિષે આશ્ચર્યકારક જણાય છે તે સર્વમાં દીર્ઘકાલથી એકઠા કરેલા ગુણોનો જ પ્રભાવ જાણ જોઈએ.—૩પ થી ૩૮.
કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવા અચેતન (વિશિષ્ટ રૌતન્ય વગરના) પદાર્થો પણ પૂજાને પામે છે. અને કામધેનુ વગેરે પશુ પણ ગૌરવને પામે છે તેનું કારણ એજ છે કે તેઓ સદગુણોથી યુક્ત બનેલા છે માટે હે ભાગ્યવાન! તમે ગુણોને જ ભજે (મેળવવા યત્ન કરો) તે ગુણ આ મુજબ છે. ૩૯
૧–દાન, ૨-શીલ, ૩-તપ, ૪-ભાવ, ૫-વિનય, ૬-પરોપકાર ૭–ઉચિત આચરણ, ૮-દેશાદિ વિરૂદ્ધ કાર્યનો ત્યાગ, ૯-આમોત્કર્ષને