________________
सिरि हिओबएसमाला
3
उद्दीवियसयलगुणं, दाणं ता तत्थ भन्नए पढमं । तं पुण चउप्पयारं, वन्निज्जइ समयसत्थेसु ॥४२॥ पढम अभयपयाणं, अणुकंपादाणमह भवे वीयं । तइयं तु नाणदाणं, चउत्थयं भत्तिदाणं तु ॥४३॥ तत्थ य अभयपयाणं, किज्जइ भयविहुरियाण जीवाणं । भन्नइ भयं तु मरणाउ नावरं चाउरंतभवे ॥४४॥ रक्वति य मरणभयं, पाणीण दयावरा नरा सम्मं । तम्हा धम्मरहस्सं इक्कच्चिय होइ पाणिदया ॥४५॥ पाणिती जीवंती ज, तेणं पाणिणो इहं जीवा ।
सा होइ दया जं पुण, तेसिं हिसाई परिहारो ॥४६॥ ત્યાગ, ૧૦-કૃતજ્ઞતાને ત્યાગ, તથા ૧૧-મિથ્યાભિનિવેશનુ વર્જન, આ પ્રમાણેનો આ ગુણ સમુદાય સમ્યકૃત્વને સ્થિર કરે છે. ૪૦-૪૧ દાનગુણ:* દાન સકલ ગુણોને ઉદ્દીપ્ત કરનારૂં છે, એથી પ્રથમ તેનું કથન કરવામાં આવે છે. અને એ દાન આગમ શાસ્ત્રોમાં ચાર પ્રકારનું વર્ણવવામાં આવ્યું છે. ૪૨
પ્રથમ અભયદાન, બીજુ અનુકંપાદાન, ત્રીજુ શાનદાન. અને ચોથું ભક્તિદાન. છે. ૪૩. ૧–અભયદાન :- .
- આ ચાર પ્રકારના દાનમાં અભયદાન ભયથી આકુલ-વ્યાકુલ થયેલા જીને કરાય છે. મરણ સિવાય ચારગતિરૂપ સંસારમાં બીજો કયે ભય છે? અર્થાત્ મરણ જે બીજો કોઈ ભય નથી. ૪૪
દયા કરવામાં તત્પર બનેલા માણસે મૃત્યુના ભયથી પ્રાણીઓનું રક્ષણ કરે છે. માટે “પ્રાણીઓની દયા” એજ એક ધર્મનું રહસ્ય છે. ૪૫
જે છ પ્રાણને ધારણ કરે છે તે પ્રાણી કહેવાય છે માટે તેઓની હિંસાને ત્યાગ કરે (જીવોના પ્રાણ ટકાવી રાખવા) એજ દયા છે. ૪૬