________________
सिरि हिओवएसमाला
तिच्चिय जेण महग्धा, ते चेव य सासया धुवं भुवणे । ततोहिंतो वियरइ कुमुओयरसोयरा कित्ती ॥३१॥ तुल्ले तहा मणुयत्तणमि, जं केइ सेवगजणाण । कप्पद्रुमव्व वंछियफलेहिं निच्चं चिय फलंति ॥३२॥ अन्ने पयंडभुयदंड-पयडियाणप्पदप्पमाहप्पा । जं वग्गिरखग्गकरा, करंति करगोयर पुहबिं ॥३३॥ भयवसनमंतसामंतवियडकोडीरघडियपयपीढा । पयडपयावा केई, जं किर भुजति भरहद्धं ॥३४॥ भुयबलविदत्तवसुहा, ठवियावहितुल्लचुल्लहिमवंता ।
सुरखयरनया अवरे, जं जाया पुहयइ पुरहुया ॥३५॥ માટે ગુણનો સંગ્રહ કર ઉચિત છે અર્થાત્ ગુણ મેળવવા યત્ન કરે . આવશ્યક છે. ૩૦ ગુણેને મહિમા : "
તે કારણથી તે ગુણોજ જગતમાં મહાન કિંમતી છે (સેના, માણેક, રત્નો આદિથી પણ દુર્લભ છે) તે ગુણ જ ખરેખર શાશ્વત છે અને એ ગુણોથી જ ચંદ્રવિકાસ સફેદ કમળના મધ્યભાગ જેવી ઉજજવલ કીતિ ફેલાય છે. ૩૧.
દરેક મનુષ્યમાં મનુષ્યપણું સમાન હોવા છતાં સેવક લેકને વાંછિત ફલ આપવા દ્વારા કેટલાક ઉદારતા ગુણથી શોભતા રાજા વગેરે કલ્પવૃક્ષની માફક ફળે છે. ૩૨.
- હાંર્થમાં તલવારને ઘુમાવનારા અને પ્રચંડ ભૂજાદંડથી પ્રચુર ગર્વના પ્રભાવને પ્રગટ કરનારા એવા કેટલાક રાજા વગેરેએ પૃથ્વીને હસ્તગત કરી છે. ૩૩.
સંભ્રમવશ નમસ્કાર કરતા સામન્ત રાજાઓના વિશિષ્ટ પ્રકારના મુકુટવડે સ્પર્શ કરાયા છે પાદ–પીઠ જેમના એવા પ્રગટ પ્રભાવી કેટલાક વાસુદેવાદિ રાજાઓ ખરેખર અર્ધભરતનું રાજ્ય ભોગવે છે. ૩૪
ભૂજાના બલથી પૃથ્વીને મેળવનારા, ચુલ્લહિમવંત પર્વતોને સીમા (રેખા) રૂપે સ્થાપન કરનારા તથા દેવો અને વિદ્યાધરોથી નમસ્કાર કરાયેલા, પૃથ્વીને વિષે ઈન્દ્રસમાન જે ચક્રવતી વગેરે થયા છે.