________________
૧૩૪
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
जावज्जीव आगम-विहिणा चारित्तपालणं पढमो। नायज्जियदश्वेणं, बीओ जिणभवणकरणाई ॥७७॥ जिणभवणबिंबठावण-जत्तापूयाइ सुत्तओ विहिणा । . दव्वत्थयत्ति नेयं, भावत्थयकारणत्तेण ॥७८॥ छण्हं जीवनिकायाणं, संजमो जेण पावए भंग । तो जइणो जगगुरुणो, पुफाईयं न इच्छंति ॥७९॥ तं णत्थि भुवणमज्झे, पूयाकम्मं न जं कयं तस्स ।
जेणेह परमआणा, न खंडिया परमदेवस्स ॥८॥ નગરમાં જવા માટે ભાવસ્તવ તથા દ્રવ્યસ્તવ સ્વરૂપ દ્વિવિધ માર્ગની મરૂપણ કરી છે. ૭૬
દ્રવ્યસ્તવભાવસ્તવ - •
આગમશાસ્ત્રોમાં દર્શાવેલ વિધિ મુજબ ચારિત્રધર્મનું યાજજીવ પાલન કરવું તે ભાવરૂવરૂપ પ્રથમ માર્ગ છે, અને ન્યાયમાર્ગથી પ્રાપ્ત કરેલ ધન દ્વારા શ્રી જિનભવન કરવા આદિ શુભ અનુષ્ઠાન આચરવા એ દ્રવ્યસ્તવ રૂપ દ્વિતીય માર્ગ છે. ૭૭
આગમના વચનને અનુસાર વિધિસહિત જિનમંદિર તથા જિનબિંબ કરાવવાં, જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવી, અને યાત્રા-ત્રિક તથા જિનપૂજા કરવી આ સર્વ શુભ અનુષ્ઠાન ચારિત્રધર્મની પ્રાપ્તિરૂપ ભાવસ્તવના હેતુભૂત હોવાથી દ્રવ્યસ્તવ તરીકે જાણવા. ૭૮
જગદગુરૂ શ્રી જિનેશ્વરદેવની પુષ્પાદિ પૂજામાં પૃથ્વી આદિ છે જીવનિકાયના સંયમનો ભંગ થતો હોવાથી સાધુઓ પુષ્પાદિ પૂજારૂપ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી. ૭૯
પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું એ જ સર્વશ્રેષ્ઠ પૂજા હોવાથી જે આત્માએ દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની “સર્વ જીવોની રક્ષા રૂપ” શ્રેષ્ઠ આજ્ઞાનું ખંડન નથી કર્યું, તે આત્માને સર્વપ્રકારી પૂજાને લાભ મળે છે. આથી તેણે કોઈ પણ પ્રકારની પૂજા નથી કરી એમ ન કહેવાય. ૮૦