________________
દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
दुलहा गुरुकम्माणं, जीवाणं सुद्धधम्मबुद्धीवि ।। तीए सुगुरु तंमि वि, कुमग्गठिइसंकलाभंगो ॥६९॥ जिणभवणे अहिगारो, जइणो गिहिणोवि गच्छपडिबद्धा । जह तह देयं दाणं, सुविहियपासे वयनिसेढो ॥७॥ जिणभवण बिंबपूया-करणं कारावणं जइणंपि । आगमपरम्मुहेहिं, मूढेहिं परुविओ मग्गो ॥७१।। युग्मम् । समणाणं को सारो, छज्जीवनिकाय-संजमो एयं ।
वयणं भुवणगुरुणं, निहाडियं पयडरुवंपि ॥७२॥ ૩-માગત. દર્શનમોહનીયાદિ કર્મોથી ભારે થયેલા જીવોને શુદ્ધધર્મની બુદ્ધિ ઉત્પન્ન થવી દુર્લભ છે. આ શુદ્ધબુદ્ધિ મળ્યા પછી પણ સદગુરૂને સંગ થવો દુર્લભ છે અને સદ્દગુરૂને સંગ થયા પછી પણ ઉન્માર્ગના સેવનમાં સ્થિરતા સ્વરૂપ સાંકળનો ભંગ થવા સુદુર્લભ છે. અર્થાત કે ઉન્માર્ગની પ્રવૃત્તિ અટકવી દુ શક્ય છે. ૬ ઉન્માર્ગ–પ્રવૃત્તિ –
આગમ શાસ્ત્રના જ્ઞાનથી નિરપેક્ષ બનેલા, મોહાંધ આત્માઓએ નીચે પ્રમાણે માગને નામે ઉન્માર્ગની પ્રરૂપણું કરી છે. જે કારણે ગચ્છની મર્યાદામાં રહેલા સાધુનો અને ગૃહસ્થને એમ બન્નેને જિનમંદિરમાં અધિકાર છે. તે કારણે કીતાદિ દોષવાળા આહાર, વસ્ત્ર, પાત્રાદિનું દાન સાધુઓને આપવું જોઈએ. તથા સુવિહિત મુનિઓ પાસે વ્રતગ્રહણનો નિષેધ કરવા જોઈએ. અને જિનમંદિર, જિનબિંબ તથા જિનબિંબની પૂજા કરવી અને કરાવવી જોઈ એ. ૭૦-૭૧
ઉપરની વાત આગમ-વિરૂદ્ધ છે કારણ કે--શ્રમણપણને સારા શું ? દોષિત આહાર આદિ લેવાં અને જિનપ્રતિમાની પૂજા વિગેરે કરવી એ શ્રમણધર્મને સાર નથી. “શમણધર્મનો સાર તે પૃથ્વીકાયાદિ છે જીવ નિકાયની રક્ષા કરવી એ છે.” એવું સ્પષ્ટ વચન ત્રિભુવનગુરૂ, 1 વનિરોહો. દે છે 2 વેતિ મુ /