________________
दसणसुद्धिपगरण-सम्मत्तपगरण
૧૨૯
चेइयदर्व साहारणं च, जो दुहइ मोहियमइओ । धर्म व सो न जाणइ, अहवा बद्धाउओ नरए ॥५६॥ चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ भणिओ ॥५॥ जिणपवयणबुढिकरं, पभावग नाणदंसणगुणाणं । भक्खतो जिणदत्वं, अणंतसंसारिओ होइ ॥५८॥ जिणपवयणबुढिकरं, पभावगं नाणदंसणगुणाणं ।
रक्खसो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥५९॥ આપીને નિણત કરેલ દેવના દ્રવ્યને આપતા નથી, અને બીજા લે કે દેવદ્રવ્યને નાશ કરતા હોય તે જોવા છતાં તેની ઉપેક્ષા કરે છે, તે આત્મા પણ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. પપ દેવદ્રવ્યની રક્ષા :
તે જ પ્રમાણે દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધાર આદિ માટે એકત્રિત કરેલ સાધારણ દ્રવ્યનું જે આત્મા ભક્ષણ કરે છે, તે આત્મા ખરેખર સર્વજ્ઞપ્રણીત ધમને જાણતો જ નથી. અથવા તેણે પૂર્વમાં દુર્ગતિનું આયુષ્ય બાંધી લીધું છે, હવે તે મરીને અવશ્ય નરકમાં જવાનું છે એમ નિશ્ચિત થાય છે. ૫૬ :
દેવદ્રવ્યને તથા જિનમંદિરમાં ઉપયોગી લાકડું, પથ્થર, માટી આદિ દ્રવ્યનો નાશ અનેક રીતે બે બે પ્રકારે થાય છે. આ રીતે તેનો નાશ થતો હોવા છતાં જે સાધુ તેની ઉપેક્ષા કરે, તે સાધુ પણ અનંત સંસારી થાય છે. પ૭ .
શ્રી અરિહંત પરમાત્માના શાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન, દર્શનાદિ આત્મિક ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારે આત્મા અનંત સંસારી થાય છે. ૫૮ - જિનપ્રવચનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન-દર્શનાદિ ગુણેને દીપાનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર આત્મા અલ્પ સંસારી થાય છે. ૫૯