________________
दसणसुद्धिपगरणं-सम्मत्तपारणं
૧૭.
पडिक्कमणे चेश्यहरे, भोयणसमयम्मि तहय संवरणे । पडिक्कमणसुयणपडिबोह-कालियं सत्तहा जइणो ॥४७॥ णिमंदिरभूमीए, दसगं आसायणाण वज्जेह । जिणदव्वभक्खणे, रक्खणे य दोषे गुणे मुणह ॥४८॥ તેવો–પા–મોળ –ાદથી મોક-સુચનનિરવ ા मुत्तुच्चारं जूयं, वज्जे जिणमंदिरस्संतो ॥४९॥ सत्थाऽवग्गह तिविहो, उक्कोस-जहन्न-मज्झिमो चेव । उक्कोस सट्ठिहत्थो, जहन्न नव सेस विच्चालो ॥५०॥ સાધુઓને સાત મૈત્યવંદન આ મુજબ કરવાના છે. ૧-પ્રાતઃકાળની પ્રતિક્રમણના અંતમાં, ૨-જિનમંદિરમાં, ૩-ભે જન સમયે પચ્ચક્ખાણ પારતી વખતે, ૪-વાપર્યાબાદ પચ્ચક્ખાણ સમયે, પ–સાંજના પ્રતિક્રમણ વખતે, ૬-સંથારાપે૨સી પહેલાં અને ૭–સવારના પ્રતિક્રમણની શરૂઆતમાં. ૪૭
પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થ પણ સાત અને પાંચ વખત, અને પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થ પ્રતિદિન સંધ્યાકાળની ત્રણ પ્રજાઓમાં જઘન્યથી ત્રણ વાર ચૈત્યવંદન કરવુ જોઈએ. આશાતનાને ત્યાગ :
જિનમંદિરની ભૂમિમાં દશપ્રકારની આશાતનાને ત્યાગ કરે જોઈએ. તથા જિનદ્રવ્યના ભક્ષણમાં થતા દોષ અને જિનદ્રવ્યના રક્ષણમાં થતા ગુણોને પણ જાણવા જોઈએ. ૪૮.
શ્રી જિનેશ્વર દેવના મંદિરમાં તબેલ, પાણી પીવું, ભોજન કરવું બુટ-ચંપલ વિગેરે પગરખાં પહેરવાં, મૈથુન સેવન કરવું, સૂવું, થુંકવું, પેશાબ, અને ઝાડો એ સર્વ કાર્યો કરવા નહિ. ૪૯
શ્રી જિનેશ્વરદેવનો અવગ્રહ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો છે. જઘન્ય અવગ્રહ નવ હાથનો છે, મધ્યમ અવગ્રહ દશથી ઓગણસાઈઠ હાથનો છે અને ઉત્કૃષ્ટ અવગ્રહ સાઈઠ હાથનો છે. ૫૦ 1 મોયણ TiÇ, . .