________________
૧૨૨
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
गुरुकारियाए केइ, अन्ने सयकारियाए तं विति। विहिकारियाए अन्ने, पडिमाए पूयणविहाणं ॥२५॥ सुत्तभणिएण विहिणा, गिहिणा णिव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया, निच्चं चिय होइ कायब्बा ॥२६॥ आसन्नसिद्धियाणं, विहिपरिणामो उ होइ सयाकालं । विहिचाओ अविहिभत्ती, अभवति.यदुरभव्वाणं ॥२७।। धन्नाणं विहिलोगो, विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणि धन्ना, विहिपक्खअदुसगा धन्ना ॥२८॥
કેટલાક આચાર્યો જણાવે છે કે-“માતા, પિતા વિગેરે ગુરૂજનોએ ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી, કેટલાક આચાર્યો કહે છે કે “પોતે - ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી જોઈએ અને કેટલાક આચાર્યો કહે છે કે “વિધિપૂર્વક ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી જોઈએ. પરંતુ ખરી વાત તો એ છે કે “પ્રત્યેક જિનપ્રતિમાની સરખા ભાવથી પૂજા કરવી જોઈએ, કારણ કે પ્રત્યેકમાં અરિહંતપણાની સ્થાપના સમાન છે. ૨૫
મોક્ષ પદના અભિલાષી શ્રાવક ગૃહસ્થ સદા માટે લોકોત્તમ એવા શ્રી તીર્થંકરદેવની પૂજા સૂત્રમાં દર્શાવેલ વિધિને અનુસરીને કરવી જોઈએ. ૨૬ વિધિનું મહત્વ -
આસન્નસિદ્ધિક-નજીકના કાળમાં મોક્ષે જનારા આત્મા ને જ સદાને માટે સર્વ ધર્મક્રિયાઓમાં વિધિનું પાલન કરવાને પરિણામ હોય છે. અને વિધિને ત્યાગ તથા અવિધિનું સેવન કરવાનું મન અભવ્ય અને દુભવ્ય જીવોને હોય છે. ર૭
ધન્ય પુરૂષને જ વિધિને વેગ પ્રાપ્ત થાય છે, સદાકાળ વિધિમાર્ગનું પાલન કરનારાઓ પણ ધન્ય છે, વિધિનું બહુમાન કરનારાઓને પણ ધન્ય છે. અને વિધિમાગને દૂષિત નહીં કરનારાઓને પણ ધન્ય છે. ૨૮ 1 . દે. |