________________
दंसणसुद्धिपगरणं
अवरनाम
सम्मत्तपयरणं ॥ ..
पत्तभवण्णवतीरं, दुहदवनीरं सिवंबतरुकीरं । कंचणगोरसरीरं, नमिऊण जिणेसरं वीरं ॥१॥ वुच्छं तुच्छ मइणं, अणुग्गहत्थं समत्थभव्वाणं । सम्मत्तस्स सरुवं, संखेणेणं निसामेह ॥२॥ युग्मम् । सुयसायरो अपारो, आउं थोवं जिया य दुम्मेहा । तं किंपि सिक्खियव्वं, जे कज्जकरं च थोवं च ॥३॥
મંગળાચરણ :આ ભવસાગરના કિનારાને પામેલા, દુઃખના દાવાનલને શાંત કરવા માટે જળ જેવા, શિવપદરૂપ આમ્રવૃક્ષમાં પોપટની માફક પરમ આનંદને અનુભવ કરનારા, અને સુવર્ણવર્ણ શરીરવાળા શ્રીવીર જિનેશ્વરને નમસ્કાર કરીને અલ્પમતિવાળા સકળ ભવ્ય પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવા માટે “સમ્યક્ત્વના સ્વરૂપને હું સંક્ષેપથી કહીશ. હે ભવ્ય જ ! તમે તેને સાંભળો. ૧-૨. સંક્ષેપકથનને હેતુ -
શ્રુતસાગર અપાર છે. દુષમકાળના પ્રભાવે જીવેનું આયુષ્ય પણ અલ્પ છે અને જીવો પણ મંદબુદ્ધિવાળા છે. તેથી આ લોક અને પરલોકના ઈષ્ટ પ્રયજનનું સાધક એવું કાંઈ પણ શીખવું જોઈએ. પછી ભલે તે ડું (સંક્ષેપમાં કહેલું) હોય. ૩