________________
सिरि हिओवएसमाला -
- ૧૧૫
जं इह सुत्तुत्तिन्नं, न सम्मयं जं च पुबसूरीणं । तं सुयहरेहिं सव्वं, खमियव्वं सोहियव्वं च ॥५२३॥ जाव सुरसिहरिचूडा-चूडामणिसनिहे जिणाययणे । धारेइ ताव नंदउ, हिओवएसो इमो भुवणे ॥५२४॥ निसुणंत-पदंत गुणतयाण, कल्लाणकारणं एसो ।
गाहाणं संखाए, पंचसया पंचवीसहिया ॥५२५॥ ॥ इति श्री हितोपदेशमाला-प्रकरणं समाप्तमिति भद्रम् ॥
આ હિતોપદેશ ગ્રંથમાં આગમશાસ્ત્રથી બાહ્ય અને પૂર્વાચાર્યોને સમ્મત ન હોય, એવું જે કાંઈ નિરૂપણ કરાયું હોય, તે સર્વે ને શ્રતધરેએ ખમવું જોઈએ અને શોધવું જોઈએ. એટલે કે આ ગ્રંથમાં આગમ વિરૂદ્ધ કે પૂર્વાચાર્યોની પરંપરા વિરૂદ્ધ જે કાંઈ નિરૂપણ મારાથી કરાયું હોય, તેની ક્ષમા માંગનારા અને મૃતધરે ક્ષમા આપશે, અને થયેલી ભૂલને સુધારશે એવી આશા રાખું છું. પ૨૩
મેરૂ પર્વત પિતાના=શિખરના મુકુટ સમાન શ્રી જિનમંદિરને જ્યાં સધી ધારણ કરે, ત્યાં સુધી આ હિતોપદેશ નામનો ગ્રંથ આ વિશ્વમાં વિજયવંતે રહો ! પ૨૪
આ ગ્રંથને સાંભળનારા-ભણનારા અને એનો સ્વાધ્યાય કરનારા ભવ્યાત્માઓનું કલ્યાણ કરવામાં કારણભૂત આ ગ્રંથ પાંચસે અને પચ્ચીશ ગાથાની સંખ્યાવાળે છે. પ૨૫.
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, સાગર ગચ્છને જ્ઞાન ભંડાર. ડા. નં. ૧૦૭ પ્રતિ નં-૭૯૨૬. પત્રસંખ્યા૭ આ સંપાદનમાં મુખ્યતયા આ પ્રતને ઉપ * * .