________________
सिरि हिओवएसमाला ..
ता ज्झत्ति अट्टरुद्दाण, मूलबीयं निसुंभिउं लोभ । मुच्छा-विच्छेयकर, संतोस-रसायणं पियह ॥५१३॥ कोहाइए कसाए, उप्पज्जते विज्झति झपिज्जा । रोगेसु व कायचो, थोवत्ति अणायरो न जओ ॥५१४॥ अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । नहु मे ! वीससियव्वं, थोव पि हु तं बहुँ होइ ॥५१५॥ उवसंतकसायाणं, निच्छयओ होइ भावचारित्तं । तं चिय वयंति मुणिणो, अवंज्झबीयं सिवतरुस्स ॥५१६।। संतेसु संपराएसु, चरियमइदुक्करं पि सामन्नं । वावन्नदंसणाण व, न होइ सिवसाहयं किंच ॥५१७॥ તેથી હે ભવ્યપ્રાણીઓ ! આત–રૌદ્ર સ્થાનના મૂળકારણભૂત લોભને ખતમ કરીને મૂછનો વિચ્છેદ કરનારા સંતોષરૂપી રસાયણને તમે પીએ. ૫૧૩
ક્રોધાદિ કષાયને રોગની જેમ ઉત્પન્ન થતાં જ જલદીથી શાંત કરી દેવા જોઈએ. પરંતુ કષાયોને શમાવવામાં જરા પણ અનાદર કરે નહી. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે-થોડું પણ ઋણ (કરજ), થાડે પણ અગ્નિ અને થોડો પણ કષાય વિશ્વાસ કરવા ગ્ય નથી. થોડાં પણ ઋણાદિ આગળ જતાં વિશાળ પ્રમાણમાં થઈ જાય છે. ૫૧૪-૫૧૫
ઉપશાંતકષાયવાળા આત્માઓને ભાવચારિત્ર હોય છે, અને ગણધર ભગવંતાદિ મહામુનિઓ એ ભાવચારિત્રને જ શિવતરૂ (મોક્ષરૂપ વૃક્ષ)નું અવંધ્ય કારણ કહે છે. ૫૧૬
કષાયોની વિદ્યમાનતામાં આચરેલું અતિદુષ્કર એવું પણ ચારિત્ર વ્યાપન્ન દર્શનીએ=નિટ્સના અતિદુષ્કર ચારિત્રની જેમ મોક્ષસાધક બનતું નથી. પ૧૭