________________
- ૧૦૦
- શ્રી હિતોપદેશમાળા
चेइय-जइ-साहम्मिय-कज्जेसु व जुज्जइ य ज मित्तं । तं मित्त चिय अत्थं, सेसमणत्थं ति मन्नंता ॥४४७॥ सइ सामत्थे सम्मं, रक्खता चेईयाण दवाई । साहारणदविणेणं, सत्त वि खित्ताई पीणंता ॥४४८॥ . रहजत्त-तित्थजत्ता-पमुहेहिं पवयणं पभाविता । इय जे बटुंति गिही, न तेसि निव्वुइपहो दुलहो ॥४४९॥ जं पुण पाणिवहाईण, तिविहं तिविहेण सव्वसंवरणं । सा होइ सव्वविरई, विरई भव भमण दुक्खाणं ॥४५०।। पंच य महव्वयाई, समिइओ पंच तिन्नि गुत्तीओ।
खंतिप्पमुहा :य गुणा, इय जइधम्मो समासेण ॥४५१॥ - તે સુશ્રાવક, શ્રીજિનબિંબ, સાધુ અને સાધમિકેની ભક્તિ કાર્યોમાં જેટલા પ્રમાણમાં પોતાના ધનને સદ્દવ્યય કરે છે, તેટલા ધનને જ લાભકારી માને છે અને બાકીના ધનને તેઓ અનર્થકારી માને છે. ૪૪૭ ' સામર્થ્ય હોય તે દેવદ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્યાદિનું રક્ષણ કરે અને પિતાના ધનને સાધારણ દ્રવ્ય તરીકે આપીને સાતેય ક્ષેત્રને પુષ્ટ બનાવે. છે. ૪૪૮
રથયાત્રા-તીર્થયાત્રાદિના કાર્યો કરીને શ્રીજૈન શાસનની પ્રભાવના કરે છે, આવા સુશ્રાવકો માટે મોક્ષમાર્ગ દુર્લભ નથી. અર્થાત્ સાત, આઠ ભમાં જ મેક્ષ પદ મળી જાય છે. ૪૪૯
આ પ્રમાણે દેશ-વિરતિકારનું વર્ણન સમાપ્ત થયું. સર્વવિરતિ દ્વાર :
પ્રાણતિપાતાદિ પાપોને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા, અને અનુમોદવાનો સર્વથા ત્યાગ કરે, તેને સર્વવિરતિ કહેવાય છે. આ સર્વવિરતિ ભવભ્રમણના દુઃખની વિરતિ કરે છે, અર્થાત્ આત્માનું ભવભ્રમણ અટકાવી દે છે. ૪૫૦
પાંચમહાવ્રત, પાંચસમિતિ, ત્રણ ગુપ્તિ અને ક્ષમા વગેરે દશ ગુણો એ સંક્ષેપથી યતિધર્મ છે. ૪૫૧