________________
सिरि हिओवएसमाला
૧૦૧
छबिह-जीवनिकाय, जावज्जीवं पि तिविहं तिविहेणं । मणवयतणूहिं रक्खइ, जं तमिह महत्वयं पढमं ॥४५२॥ महुर-मगविय-मणलिय-मवाहयं कज्जसारमणवज्ज । जं जं पिज्जइ वयणं, तं विति महव्वयं बीयं ॥४५३॥ अवि दंतमित्तसोहण-मदिन्नमन्नस्स जन्न गिलति । समतिण-मणिणो मुणिणो, तं हवइ महव्वयं तइयं ॥४५४॥ सुर-नर-तिरि-नारीसु, मणसा वि वियारवज्जणं जमिह । बंभाणस्स वि भयवं, भणंति बंभव्वयं तं तु ॥४५५॥ धण-धन्न-हिरन्नाइसु, सावय-उवगरण-वसहिपभिईसु । मुच्छाविच्छेयपरं, अप्परिग्गह मिह वयंति विऊ ॥४५६॥ પાંચમહાવ્રત ––જીવનભર પૃથ્વીકાય આદિ છે કાયના જીવને મન, વચન, કાયાથી હણવા નહી, હણાવવા નહીં અને હણતાને અનુમોદન આપવું નહિ, એ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવ્રત કહેવાય છે. ૪૫ર ( ૨મધુર કર્ણપ્રિય, અગવિતરનમ્ર, અનલિક-સત્ય, અવધક= અહિંસક કાર્ય સાર-કામપૂરતું; અને અનવઘ=નિષ્પાપ, એવું જે વચન મુનિઓ વડે બેલાય છે, તે મૃષાવાદ વિરમણરૂપ બીજુ મહાવ્રત કહેવાય છે. ૪૫૩
૩-માલિકે આપ્યા વિના દાંત ખેતરવાની સળી જેવી સામાન્ય વસ્તુ પણ ગ્રહણ ન કરવી તે, તૃણ અને મને સમાન માનનારા મુનિઓનું અદત્તાદાન વિરમણ નામનું ત્રીજું મહાવ્રત કહેવાય છે. ૫૪
૪- કાયાદિના વિકારની તે વાત જ શું કરવી ? પરંતુ દેવ મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓમાં મનથી પણ વિકારનું વજન કરવું તેને બ્રહ્મચર્ય નામનું ચોથું મહાવ્રત કહેવાય છે અને તે વ્રતની કઠીનાઈથી બ્રહ્મા વિગેરે પણ ભય પામે છે. ૫૫
પ-ધન, ધાન્ય, હિરણ્યાદિમાં તથા ઉપકરણ, વસતિ આદિમાં મૂછના ત્યાગને જ્ઞાની પુરુષ અપરિગ્રહ નામનું પાંચમુ મહાવ્રત કહે છે. ૪પ૬