________________
૮
શ્રી હિતોપદેશમાળા अन्नाइणं सुद्धाण, कप्पणिज्जाण देसकालजुयं । दाणं जईणमुचियं, चउत्थं सिक्खावयं बिंति ॥४४१॥ सच्चितनिक्खवणयं, वज्जइ सच्चित्तपिहिणयं चेव। . कालाइक्कम परववएसं, मच्छरियं चेह ॥४४२॥ પૌષધવતમાં આદર ન હોવાના કારણે પૌષધની પ્રત્યેક પ્રવૃત્તિ જેમ તેમ કરવી તે અનાદરરૂપ ચે અતિચાર છે.
પૌષધમાં આહાર-શરીર સત્કારાદિ ચારને લગતો જે નિયમ કર્યો, હોય તેનું પ્રમાદથી પાલન ન કરવું, તે પાંચમો અતિચાર છે. પૌષધવ્રતવાળાએ આ પાંચે અતિચારને રાત્રિ-દિવસાદિના દરેક પૌષધમાં ત્યાગ કરવો જોઈએ. ૪૪૦ અતિથિ સંવિભાગ નામનું ચોથું શિક્ષાત્રત –
દેશ-કાળને ઉચિત, સાધુપ્રાગ્ય આહાર, પાણી, વસ્ત્રાદિનું જે દાન કરવું, તેને શ્રીઅરિહંત-ગણધર ભગવો અતિથિ સંવિભાગ નામનું થુિં શિક્ષાત્રત કહે છે. ૪૪૧ ચોથા શિક્ષાવતના અતિચાર - - સચિત્તનિક્ષેપઃ-સાધુને દેવા ગ્ય વસ્તુ પિતાની પાસે હોવા છતાં, નહિ દેવાની બુદ્ધિથી કાચું મીઠું, સચિત્ત પાણી, વનસ્પતિ વગેરે સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી, તેને સચિત્તનિક્ષેપ અતિચાર કહેવાય-૧,
સચિત્તપિધાન સાધુને આપવા ગ્ય વસ્તુને ન દેવાની બુદ્ધિથી વનસ્પતિ, કાચું મીઠું, પાણી વગેરે સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી તે-ર.
કાલાતિક્રમ -સાધુઓને આહારાદિ આપવાની ઈચ્છા ન હોવા છતાં આપવાની તૈયારી બતાવવા ભિક્ષાના સમયને સાચવ્યા વગર વહોરાવવા માટે મોડા-વહેલા બોલાવવા જવું તેને કાલાતિક્રમ અતિચાર કહેવાય-૩.
પરવ્યપદેશ સાધુને ન દેવાની ઇચ્છાથી વહરાવવા ગ્ય વસ્તુ માટે ઘરના માણસે સમક્ષ બોલે કે “આ વસ્તુ પારકી છે; આપણી નથી” તેમજ લાભ લેવાની ભાવનાથી પારકી વસ્તુને પોતાની જણાવવી તે. ૪