________________
सिरि हिओषएसमाला
आहार-देहसकार-बंभ-वावारचागनिष्फन्नं । इह पोसहंति वुच्चइ, तइय सिक्खावयं पवरं ॥४३८॥ दुविहं च इमं नेयं, देसे सव्वे य तत्थ सबम्मि । सामाइयं पवज्जइ, नियमा साहुव्व उवउत्तो ॥४३९॥ अप्पडि-दुप्पडिलेहप्पमज्ज सिज्जाइ वज्जई इत्थं ।
सम्मं च अणणुपालण-महोराईसु सव्वेसु ॥४४०॥ પૌષધ નામનું ત્રીજુ શિક્ષાત્રત:
આહાર ખાવું, પીવું તે-૧, શરીર સત્કાર-નાન કરવું, તેલ ચળવું, ચંદન–બરાસ લગાડવું, ફલ વગેરેનો ઉપગ કરે, પાવડર, ક્રીમ વિગેરે વાપરવું તે. તથા ઋતુને અનુકૂળ રેશમી વગેરે વસ્ત્ર પહેરવાં ઇત્યાદિ-૨, અબ્રહ્મ:-મૈથુન સેવવું-૪, સાવઘ કમ –ખેતીવાડી વગેરેને વ્યાપાર કરે એ ચારેયનો અષ્ટમી આદિ પર્વ તિથિઓમાં ત્યાગ કરે તેને પૌષધ નામનું શિક્ષાત્રત કહેવાય છે. ૪૩૮
તે પૌષધવ્રત દેશ અને સર્વથી એમ બે પ્રકારે છે–પર્વતિથિમાં તથા પર્વતિથિ સિવાયના પણ દિવસે માં સામાયિક ઉચ્ચર્યા વિના વિવેકી શ્રાવક આહારાદિ ચતુષ્ટયને ત્યાગ કરે, એને દેશપૌષધ કહેવાય, અને સામાચિકન સ્વીકાર કરી સાધુની માફક ઉપગવાળો થયેલ શ્રાવક આહાર, શરીર સત્કારાદિ ચતુષ્ટયને ત્યાગ કરે, તેને સર્વપૌષધ કહેવાય. ૪૩૯ ત્રીજા શિક્ષાવ્રતના અતિચારો -
પાટ, પાટલા વગેરે પૌષધેપગી દરેક વસ્તુઓને પ્રમાદને કારણે આંખથી જોયા વિના અથવા જેમ તેમ જોઈને લેવા-મૂકવી, તે પૌષધવ્રતમાં પ્રથમ અતિચાર છે. ૧,
સંથારો, કાંબળી, વસ્ત્ર વગેરે પૌષધનાં ઉપકરણેને પ્રમાદની આધીનતાના કારણે દૃષ્ટિથી સારી રીતે જોયા વિના અથવા જેમ તેમ જોઈને લેવાં મૂકવાં તે બીજો અતિચાર છે. - ઈંડિલ, માત્ર, લેશમ વગેરે ત્યાજ્ય વસ્તુઓને પરઠવવાની ભૂમિને પ્રમાદના કારણે દષ્ટિથી સારી રીતે જોયા વિના અથવા જેમ તેમ જોઈને Úડિલ, માત્રુ, વગેરે પરઠવવું, એ ત્રીજે અતિચાર છે-૩.