________________
શ્રી હિતોપદેશમાળા -
~ ~ दिसिवयगहियस्स दिसा, परिमाणस्सेह पइदिणं जंतु । गमणपरिमाणकरणं, बीयं सिक्खावयं एयं ॥४३६॥ वज्जइ इह आणयणप्पओग पेसप्पओगयं चेव ।
सदाणुवाय-रूवाणुवाय-व्वहिपुग्गलक्खेवं ॥४३७।। દેશાવગાસિક નામનું દ્વિતીય શિક્ષાવ્રત -
ઉર્વાધ વગરે દિશાઓમાં ગમનનું પરિમાણ કરવું તે દેશાવગાસિક નામનું બીજુ શિક્ષાવ્રત કહેવાય છે. ૪૩૬ બીજા શિક્ષાવ્રતના અતિચારો:
પ્રેષણઃ-દેશાવગાસિકન્નતમાં જવા-આવવા વગેરેનું અમુક પ્રમાણમાં નિયમન કર્યું હોય, પછી કઈ પ્રયોજન આવી પડતાં, “હું જાતે મર્યાદા બહાર જઈશ તો નિયમભંગ થશે માટે બીજાને મોકલું, એમ વિચારી બીજાને મેકલી કામ કરાવી લેવું તે-૧.
આનયન પ્રયોગ નિયમિત કરેલી ભૂમિની બહાર રહેલી કઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે જાતે લેવા જાય તે નિયમ ભાંગે માટે નોકરાદિ પાસે મંગાવે તે આનયનપ્રવેગ કહેવાય-૨,
શબ્દાનુપાત :આ વ્રતમાં જ્યાં રહ્યો હોય તે મકાન, મકાનની વાડ કે મકાનને કેટ વગેરેની મર્યાદા બહાર ન જવું, એમ અભિગ્રહ કર્યો હોય અને પછી પ્રયજન આવી પડતાં “હું જાતે મર્યાદા બહાર જઈશ તે મારા વ્રતને ભંગ થશે” એમ સમજી મકાનાદિની મર્યાદામાં રહીને ઉધરસ-છીંક વગેરેથી મકાનની મર્યાદા બહારના માણસને બોલાવે, તેને શબ્દાનુપાત અતિચાર કહેવાય-૩:
રૂપાનુપાત –શબ્દાનુપાતની માફક અવાજ ન કરતાં પોતાનું રૂપ દેખાડીને બહારના માણસને બોલાવો, તેને રૂપાનુપાત અતિચાર કહેવાય-૪.
પુલ પ્રક્ષેપ –પોતાના તરફ બીજાનું ધ્યાન ખેંચવા પથ્થર, ઈટ, કાંકરે વગેરે તેના તરફ ફેંકીને બોલાવ, તેને પુલ પ્રક્ષેપ અતિચાર કહેવાય-પ.
દેશાવગાસિક વ્રતમાં આ પાંચેય અતિચારે લાગે છે એનો પણ આ વ્રતવાળા આત્માએ ત્યાગ કરવો જોઈએ. ૪૩૭